ચૂંદડી ભાગ 2/58.માઝામાં રે’જો

From Ekatra Wiki
Revision as of 09:21, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|58.| }} [વરને પોતાની વિલાસ-મર્યાદા ન વળોટવા વીનવે છે. પહેલી પં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


58.

[વરને પોતાની વિલાસ-મર્યાદા ન વળોટવા વીનવે છે. પહેલી પંક્તિ તો લોકગીતની છે, પણ બાકીનું ગીત આધુનિક રચના જણાય છે. ઘોઘા તરફના નાગરોમાં ગવાતું હોવાનું જણાય છે.]

માઝામાં રે’જો, રાયવર, માઝામાં રે’જો!
આંબાની ડાળ્યે બેઠી કોયલ બોલે.
કાચી કેરીમાં રસ નો’યે, પરધાન રાયવર!
માઝામાં રે’જો!

ગુંજારવ કરતો આ ભમરો ભણે છે,
કાચી કળીમાં મધ નો’યે, પરધાન રાયવર!
માઝામાં રે’જો!

સૂરજ સાખસી એમ પૂરે છે,
ધરમ ધારીને તમે રે’જો! પરધાન રાયવર!
માઝામાં રે’જો!