ચૂંદડી ભાગ 2/60.વેલ્યે વળુંભ્યો કેવડો
60.
[આવું રસગીત કણબીઓમાં પણ ગવાય છે. ફૂલ-વેલની સાથે જેમ કેવડો જડાઈ ગયો હોય તેવી રીતે ગાઢ સ્નેહગાંઠથી વર–કન્યા પરસ્પર જડાઈ ગયાં હોવાનું સૂચન કરે છે.]
વાડીમાં રોપાવો રૂડો કેવડો!
આંગણે રોપાવો નાગરવેલ્ય
વેલ્યે વળુંભ્યો રૂડો કેવડો!
ફૂલ વિના ફોરે રૂડો કેવડો;
ફળ વિના ફાલી નાગરવેલ્ય. — વેલ્યે.
કિયા ભાઈનો મોભી રૂડો કેવડો!
કિયા વેવાઈની નમણી નાગરવેલ્ય. — વેલ્યે.
…ભાઈનો મોભી રૂડો કેવડો;
…વેવાઈની નમણી નાગરવેલ્ય. — વેલ્યે.