ચૂંદડી ભાગ 2/62.સંતોખણ બેનડી
Revision as of 09:40, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|62.|}} {{Poem2Open}} [વરની માતા પોતાના વીરને મામેરું લઈને આવવા કહાવે છ...")
62.
[વરની માતા પોતાના વીરને મામેરું લઈને આવવા કહાવે છે : હે ભાઈ! તારે કીમતી મામેરું કરવું પડશે તેવી દિલચોરી ન રાખજે. મારે ઘેર અઢળક સાયબી છે. તું તારે માત્ર એક લીલું નાળિયેર લઈને આવજે! હું તો સંતોષી બહેન છું.]
વીરા! નીલુડું નાળિયેર લઈ આવ!
હું રે સંતોખણ બેનડી.
4ભાયા! ભલો તે ભેંસોનો લલકાર,
હું રે સંતોખણ બેનડી.
ભાયા! ભલેરી જોટડિયું5 હંકાર,
હું રે સંતોખણ બેનડી.
ભાયા! ભલો છે સાંઢ્યાનો6 લલકાર,
હું રે સંતોખણ બેનડી