ચૂંદડી ભાગ 2/63.આવાંસાં હો રે!
63.
આવાંસાં મારી મરઘાનેણી!
આવાંસાં હો રે!
રે ઘોડાંરી ઘમસાણે
હાથી ઝલેતાં નાળેરાં દેતાં
આવાંસાં હો રે!
આવાંસાં મારી પિયરપૂરી!
આવાંસાં હો રે!
ચૂડલા સોયે તો સીરમિયા ભેળા લેજો રે!
આવાંસાં મારાં મરઘાનેણી!
આવાંસાં હો રે!
સાળુડા સોયે તો વાણીડા ભેળા લેજો રે. — આવાંસાં.
ઘરણાં સોયે તો સોનીડા ભેળા લેજો રે. — આવાંસાં.