સોરઠિયા દુહા/1

From Ekatra Wiki
Revision as of 05:19, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા! ભુજ રાવણરા ભંજિયા, આલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


1

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા!
ભુજ રાવણરા ભંજિયા, આલી જાં ભંવરા!

હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.