સોરઠિયા દુહા/4
Revision as of 06:30, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|4|}} <poem> ભલેં ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં; મરણ જીયણ લગ માણ, રા...")
4
ભલેં ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં;
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત
હે ભાનુ! તમે ભલે ઊગ્યા. તમારાં વારણાં લઉં છું, હે બાપ! હે કશ્યપ મુનિના કુમાર! એટલી જ યાચના છે કે મૃત્યુ સુધી અમારા માન-આબરૂનું જતન કરજો.