ગુજરાતી એકાંકીસંપદા/નેજવાંની છાંય તળે

Revision as of 06:11, 2 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|નેજવાંની છાંય તળે}}<br>{{color|blue|સતીશ વ્યાસ}}}} {{center block|title='''પાત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નેજવાંની છાંય તળે
સતીશ વ્યાસ
પાત્રો

વૃદ્ધ
વૃદ્ધા
દૃશ્ય – ૧

(સવારના ચારેક વાગ્યાનો સમય. વૃદ્ધ સ્ત્રી જૂના ફર્નિચરવાળા દીવાનખાનામાંથી ધીમે ધીમે પસાર થાય. થોડી વાર બહાર જઈ આવી પાછી એક ખુરશી પર બેસે. આંખો ચોળે. કંટાળાનો ભાવ અનુભવે. ઊભી થાય. પછી એક નાનો આંટો મારી બેસી જાય. એવામાં વૃદ્ધ પુરુષ પણ આવી પહોંચે. ધીમેથી એની બાજુની ખુરશીમાં આવીને બેસે.) {{ps|વૃદ્ધાઃ | કેટલા વાગ્યા હશે? {{ps|વૃદ્ધઃ | સાડા ચાર. {{ps|વૃદ્ધાઃ | કેમ જાણ્યું? {{ps|વૃદ્ધઃ | ચારના ટકોરા સાંભળ્યા હતા. હવે એક ટકોરો થયો. સાડા ચાર થયા હશે. {{ps|વૃદ્ધાઃ | મોઢું ધોઈને કોગળા કરી લઉં ત્યારે. {{ps|વૃદ્ધઃ | બેસ ને! શી ઉતાવળ છે? {{ps|વૃદ્ધાઃ | કંટાળી હું તો! તમે તો ચારના ટકોરા સાંભળ્યા હતા. હું તો બારથી સાંભળું છું. {{ps|વૃદ્ધઃ | તો પછી સમય કેમ પૂછ્યો? {{ps|વૃદ્ધાઃ | બસ, એમ જ. થોડી વાત થાય ને એટલે! {{ps|વૃદ્ધઃ | હં. (થોડી વાર પછી) હુંયે તને બાર પછી પડખાં ઘસતી જોયા જ કરતો હતો. {{ps|વૃદ્ધાઃ | એમ! તો બોલ્યા કેમ નહીં? {{ps|વૃદ્ધઃ | બસ પડી રહેવાની જ ઇચ્છા હતી. જો બોલું ને ઊંઘ ઊડી જાય તો? {{ps|વૃદ્ધાઃ | ઊંઘ તો ઊડી જ ગઈ છે ને આ બારણેથી. {{ps|વૃદ્ધઃ | ચાલ ત્યારે. તું તારા બોખા મોંથી કોગળા કરી લે ને હું આ રહ્યાસહ્યા દાંતને બ્રશ કરી લઉં. (બન્ને ધીમે ધીમે દૈનિક ક્રિયાઓ માટે બહાર નીકળી જાય.) દૃશ્ય – ૨ (વૃદ્ધા તૈયાર થઈને બેઠી છે. વૃદ્ધ ટુવાલ ખભે નાખી, હમણાં જ નાહીને બહાર નીકળ્યો હોય એમ પ્રવેશે છે.) {{ps|વૃદ્ધાઃ | કેટલા વાગ્યા? {{ps|વૃદ્ધઃ | દસ. {{ps|વૃદ્ધાઃ | તમે તો ઝડપથી નાહીને બહાર નીકળી આવો છો, એવી તે શી ઉતાવળ છે? તમારે ક્યાં નોકરીએ જવાનું છે? {{ps|વૃદ્ધઃ | કેટલાય પ્રયાસ કરું છું લાંબો સમય કાઢવા. પણ જાણે ક્યારનોય નહાતો હોઉં એમ લાગે છે. પછી ડર લાગે છે કે શરદી થઈ જશે તો? એટલે જલદી નીકળી આવું છું. {{ps|વૃદ્ધાઃ | હું તો, તમે જુઓ છો ને, એય ને પૂરો કલ્લાક લગાડું છું. આમેય આપણે બીજું કરવાનું છેય શું? ચાલો હવે આ ટુવાલ પેલી વળગણી પર નાખી આવો એટલે આપણું આજનું ટાઇમટેબલ શરૂ થાય. {{ps|વૃદ્ધઃ | આજનું ટાઇમટેબલ શું છે? (દીવાલ પર ચોંટાડેલા એક મોટા ટાઇમટેબલ ઉપર નેજવું કરીને વૃદ્ધા નજર માંડે પછી ફરીને…) {{ps|વૃદ્ધાઃ | દસ વાગ્યે ઘરની સફાઈ કરવાની. {{ps|વૃદ્ધઃ | પણ ઘર તો ચોખ્ખું જ છે. {{ps|વૃદ્ધાઃ | તોયે ટાઇમટેબલ એટલે ટાઇમટેબલ. (વૃદ્ધ–વૃદ્ધા થોડી વાર ઘરમાં નજર નાખે.) {{ps|વૃદ્ધાઃ | જુઓ, આ ખુરશી પેલા ખૂણામાં મૂકી દો. {{ps|વૃદ્ધઃ | ગયે અઠવાડિયે તો એ ખૂણામાં મૂકી હતી. {{ps|વૃદ્ધાઃ | એમ? તો એમ કરો. વચ્ચે મૂકીએ. ને પેલું ટેબલ પણ વચ્ચે મૂકી દઈએ. {{ps|વૃદ્ધઃ | હા, એ બરાબર છે. (વૃદ્ધાનો એક હાથ લગભગ નિષ્ક્રિય છે – લકવાગ્રસ્ત. પુરુષનો એક પગ લંગડાય છે. બન્ને માંડમાંડ બધું ગોઠવે.) {{ps|વૃદ્ધાઃ | બરાબર છે? {{ps|વૃદ્ધઃ | નથી સારું લાગતું. {{ps|વૃદ્ધાઃ | જુદું લાગે છે? {{ps|વૃદ્ધઃ | હા. {{ps|વૃદ્ધાઃ | તો બસ! (બારણું ખખડે. વૃદ્ધા ધીમે ધીમે બહાર જાય. હાથમાં ટિફિન લઈ દાખલ થાય.) {{ps|વૃદ્ધાઃ | ચાલો, જમી લઈએ. {{ps|વૃદ્ધઃ | આજે ભોજનમાં શું છે? (વૃદ્ધા ટિફિન ખોલે) {{ps|વૃદ્ધાઃ | ઓહ! એનું એ જ. બટાટા. તમે ન ખાતા. ડાયબિટીસ… {{ps|વૃદ્ધઃ | તનેયે વાયુપ્રકાપ છે જ ને? તું પણ ન ખાતી. આપણે દાળથી ચલાવી લઈશું. (બન્ને ખાય. વૃદ્ધ જરા ઝડપથી – વૃદ્ધા ધીમે ધીમે) {{ps|વૃદ્ધાઃ | તમે ધીમેથી ખાઓ ને! ફરી પાછી ઉતાવળ? {{ps|વૃદ્ધઃ | ભાવતું નથી. એટલે થયું કે ઝડપથી પૂરું કરી દઉં. {{ps|વૃદ્ધાઃ | પણ જમ્યા પછી શું કરશો? એના કરતાં થોડી વાર લગાડીને નિરાંતે સમય કાઢો તો? {{ps|વૃદ્ધઃ | (નિરાસા સાથે) ભલે, તું કહે એમ. (બન્ને ભોજન પૂરું કરે. ટિફિન પાછું યથાવત્ ગોઠવી વૃદ્ધા બારણા બહાર મૂકી આવે.) {{ps|વૃદ્ધાઃ | હવે? {{ps|વૃદ્ધઃ | થોડો આરામ. (પલંગ પર સૂએ. થોડી વાર પછી વૃદ્ધા સફાળી ઊભી થઈ જાય.) {{ps|વૃદ્ધાઃ | શું કોઈએ મારા દીકરાને માર્યો તો નહીં હોય ને? ફૅક્ટરીનો માલિક એટલે રોજ મજૂરોનાં આંદોલનો! ને મજૂરો તો મૂઆ મારેય ખરા. એમને શું? ને મારો સોહન તો નાજુક છે! શું કરતો હશે એ? હવે તો એનેય બેતાળાં આવી ગયાં હશે નહીં? ડાયબિટીસ તો નહીં હોય ને એને? કાગળ તો લખતો જ નથી. ભારે આળસુ. તમે એને જરા કંઈ કહેતા હો તો! ના, ના. ના કહેતા. પાછું ખોટું લાગશે તો એકેય કાગળ નહીં લખે. એનો લાલુ પણ હવે તો મોટો થઈ ગયો હશે! કયા ધોરણમાં આવ્યો હશે? {{ps|વૃદ્ધઃ | (સ્વગત) ઓહ! તને કેમ સમજાવવી કે સોહન તો ક્યારનોય…! ને એનાં લગ્ન પણ ક્યાં થયાં હતાં તે… (પ્રગટ) પણ સાંભળ! સાંભળ એય! (ખભેથી ઢંઢોળે તરત જ ઘંટડી વગાડે) સમય પૂરો થયો. {{ps|વૃદ્ધાઃ | એમ ચાલો ત્યારે મેં બરાબર કર્યું હતું ને? કંઈ ઝઘડી તો નથી ને તમારી સાથે એ સમયમાં? {{ps|વૃદ્ધઃ | ના. {{ps|વૃદ્ધાઃ | તો હવે શું કરવાનું છે? {{ps|વૃદ્ધઃ | (ટાઇમટેબલ તરફ જોઈ) હવે પ્રેમ કરવાનો છે થોડો. {{ps|વૃદ્ધાઃ | પણ પ્રેમના પીરિયડમાં, એ દિવસે તમે ઝઘડ્યા હતા, એવું નહીં કરવાનું. {{ps|વૃદ્ધઃ | ભલે. {{ps|વૃદ્ધાઃ | તો શરૂ કરીએ. {{ps|વૃદ્ધઃ | શું? {{ps|વૃદ્ધાઃ | પ્રેમ જ તો. {{ps|વૃદ્ધઃ | ક્યાંથી શરૂ કરું? {{ps|વૃદ્ધાઃ | ગમે ત્યાંથી! {{ps|વૃદ્ધઃ | હં. (થોડી વાર પછી) વાહ! આજે તો ખૂબ સુંદર દેખાય છે! {{ps|વૃદ્ધાઃ | ના. આ તો એનું એ જ થયું. {{ps|વૃદ્ધઃ | તો (થોડી વાર વિચારી) યમુના, આઈ લવ યૂ. {{ps|વૃદ્ધાઃ | રીઅલી! આઈ ઓલસો લવ યૂ. {{ps|વૃદ્ધઃ | તારી સાથે હું ભવોભવ ગાળવા તૈયાર છું. {{ps|વૃદ્ધાઃ | આવતા ભવે તમે જ મારા… {{ps|વૃદ્ધઃ | કેમ? કંટાળો નહીં આવે? {{ps|વૃદ્ધાઃ | ના, ના. એકસાથે માંડ માંડ અનુકૂળ થવાયું છે. બીજા સાથે થવાય કે ન થવાય. ને તમે તો પાછા મારું બધું કામ કરી આપો છો. મારો પડ્યો બોલ ઉથાપો છો. {{ps|વૃદ્ધઃ | એટલે તારે એક સેવક જોઈએ છે એમ કહે ને. {{ps|વૃદ્ધાઃ | ના, ના. સેવક નહીં, સ્વામી. {{ps|વૃદ્ધઃ | ‘સ્વામી સ્વામી’ બોલીને જ તમે અમને સેવક બનાવી દીધા છે. {{ps|વૃદ્ધાઃ | એનો એ જ ડાયલૉગ! નથી જામતું કંઈ! {{ps|વૃદ્ધઃ | (વિચારને) તો… એના કરતાં… એમ કરીએ ઝઘડીએ. {{ps|વૃદ્ધાઃ | ભલે, કંઈક તો નવું આવશે એમાં! {{ps|વૃદ્ધઃ | ઝઘડાનું કારણ? {{ps|વૃદ્ધાઃ | કોઈ પણ! ઝઘડાને વળી કારણની શી જરૂર? {{ps|વૃદ્ધઃ | તો શરૂ કરીએ. {{ps|વૃદ્ધાઃ | (મોટેથી) હા, હા, કરી તો જુઓ ખબર પડે! {{ps|વૃદ્ધઃ | એમ મોટે મોટેથી બોલીશ એટલે હું ડરી જઈશ એમ સમજે છે તું? {{ps|વૃદ્ધાઃ | ને તમારા આ ઘોઘરાથી હુંયે બી જવાની નથી હા! આ કહી દીધું! {{ps|વૃદ્ધઃ | સાવ જડ જેવી છે તું. તારાં માબાપે તને કાંઈ શીખવ્યું હોય તો ને? કેમ બોલવું એ તો ખબર પડતી નથી. {{ps|વૃદ્ધાઃ | તમને ખબર પડે છે તે ખબર છે! જ્યારે હોય ત્યારે તમે મારાં માબાપને ગાળો દો છો, તમેયે કેવા સંસ્કારી છો તે ખબર છે! {{ps|વૃદ્ધઃ | જો હવે એક પણ શબ્દ આગળ બોલી છે તો કાઢી મૂકીશ ઘરમાંથી બહાર! {{ps|વૃદ્ધાઃ | બોલ્યા ‘કાઢી મૂકીશ’, પછી રહેશો હાથ ઘસતા ને આવશો વાંકા રહીને. {{ps|વૃદ્ધઃ | હવે જા જા. તું જઈશ તો બીજી આવશે. {{ps|વૃદ્ધાઃ | તો હુંયે કંઈ કમ નથી. હુંયે શોધી લઈશ બીજો! {{ps|વૃદ્ધઃ | નાલાયક! શું બોલે છે એનું કંઈ ભાનબાન છે કે નહીં? જેમ જેમ હું બોલતા નથી ત્યાં સુધી… {{ps|વૃદ્ધાઃ | લે, જો તો! બોલબોલ તો ક્યારના કરો છો ને પાછા કહો છો કે… {{ps|વૃદ્ધઃ | ચૂપ મરીશ તું? {{ps|વૃદ્ધાઃ | ના. નહીં. શું કરી લેશો? {{ps|વૃદ્ધઃ | આજે ને આજે જતી રહે તારે પિયર. મારે તારી જરૂર નથી. {{ps|વૃદ્ધાઃ | (ગંભીર) પિયર! પિયર કહ્યું તમે, હવે આજે કયા પિયરમાં જાઉં હું? ના ના. કહો જોઉં? આજે આ ઉંમરે કયું પિયર હોય મારે? (રડે ત્યાં જ વૃદ્ધ બેલ વગાડે) {{ps|વૃદ્ધઃ | પૂરો, આ પીરિયડ પણ! પૂરો! (બહારથી બારણું ખખડે. વૃદ્ધા ઊઠે. ચાના બે કપ લઈ અંદર આવે. બન્ને પીએ. વૃદ્ધા ખાલી કપ પાછા બહાર મૂકી આવે.) {{ps|વૃદ્ધાઃ | સારું થયું ને આ પૈસા હતા તો આ વ્યવસ્થા થઈ શકી. મેં જો કરકસરથી બચત ન કરી હોત તો આજે આ વ્યવસ્થા પણ ક્યાંથી હોત? {{ps|વૃદ્ધઃ | રહેવા દે હવે! એ તો મેં દીર્ઘદૃષ્ટિથી આયોજન કરી પૈસાનું રોકાણ કર્યું એટલે આજે આ નિરાંત છે, તું તો ઉડાડી દેતી હતી બધું! {{ps|વૃદ્ધાઃ | જો, જો ઝઘડતા પાછા! ઝઘડાનો પીરિયડ તો પૂરો થઈ ગયો. {{ps|વૃદ્ધઃ | હં. હવે શું હશે? (ટાઇમટેબલમાં જોતાં) આજે કયો વાર? {{ps|વૃદ્ધાઃ | કેમ એમ પૂછો છો? સવારે તો તમે ટાઇમટેબલ જોયું ત્યારે વાર જોયો જ હશે ને? {{ps|વૃદ્ધઃ | હા. ત્યારે યાદ હતું, પણ અત્યારે યાદ નથી આવતું. {{ps|વૃદ્ધાઃ | તમારી યાદશક્તિ તો એવી ને એવી જ રહી. {{ps|વૃદ્ધઃ | પણ, તું કહે ને ત્યારે આજે કયો વાર છે? {{ps|વૃદ્ધાઃ | અં… રવિ… ના… ના… સોમ? … શનિ? યાદ નથી. {{ps|વૃદ્ધઃ | ત્યારે બસ. તુંયે મારા જેવી જ છે. {{ps|વૃદ્ધાઃ | ના, હોં. આ તો કોઈક વાર આવું થાય. પણ તમે તો કાયમ ભુલકણા જ રહ્યા! (થોડી વાર પછી) અરે હા, યાદ આવ્યું. આજે બુધવાર છે. {{ps|વૃદ્ધઃ | કઈ રીતે જાણ્યું? {{ps|વૃદ્ધાઃ | આજે આ તુલસીવાળી ચા ન આવી? તુલસીવાળી ચા બુધવારે જ મળે છે. ગઈકાલે ફુદીનાવાળી હતી – મંગળવારની, અને ગુરુવારે આદુંવાળી. {{ps|વૃદ્ધઃ | હા, તો આજે બુધવાર છે. {{ps|વૃદ્ધાઃ | હવે જુઓ શું કરવાનું છે તે. {{ps|વૃદ્ધઃ | હં. બુધવાર. ચા પીધી એટલે લગભગ ચાર વાગ્યા હશે. જો ને જરા તુંયે મારી સાથે આ ટાઇમટેબલમાં. (બન્ને જુએ.) {{ps|વૃદ્ધાઃ | કાલ્પનિક સરપ્રાઇઝ આઇટમ. {{ps|વૃદ્ધઃ | આજે તારો વારો. પરમ દિવસે મેં સરપ્રાઇઝ આઇટમ રજૂ કરી હતી. (એવામાં અચાનક વૃદ્ધા મૂંઝવણ અનુભવે, લગભગ બેવડ વળી ઊલટીઓ કરવાના પ્રયાસ કરે.) {{ps|વૃદ્ધઃ | કેમ, આમ અચાનક શું થયું? (વૃદ્ધા ફરી ઊબકો ખાય) {{ps|વૃદ્ધઃ | કહે ને? શું થયું? આમ સાવ ઓચિંતું? (વૃદ્ધા વધારે મરડાય) {{ps|વૃદ્ધઃ | (એકદમ વિહ્વળ થઈ વૃદ્ધાનો ખભો પકડી) પ્લીઝ! કહે ને કંઈ મૂંઝવણ થાય છે? ડૉક્ટરને બોલાવું? તું આમ કેમ… {{ps|વૃદ્ધાઃ | (થોડી સ્વસ્થ થઈ) ના, ના. મને કંઈ નથી. {{ps|વૃદ્ધઃ | કંઈક જરૂર છે. નહીંતર આમ ઊલટી… {{ps|વૃદ્ધાઃ | હમણાં ઠીક થઈ જશે. {{ps|વૃદ્ધઃ | પણ તને થાય છે શું એ તો કહે!? {{ps|વૃદ્ધાઃ | એ તો છે ને… એ તો… (શરમાય) મૈં મા બનનેવાલી… {{ps|વૃદ્ધઃ | ઓહ હો! સરપ્રાઇઝ આઇટમ! હવે સમજ્યો. હું તો એવો ગભરાઈ ગયો હતો. તે હેં સાચ્ચે જ! ઓહ! હું ખૂબ ખુશ છું! (વૃદ્ધા વધારે શરમાય) આજે મારા જીવનનું સ્વપ્ન પૂરું થયું. મારો વંશવેલો તો ટકશે ને? કહ્યું છે કે સંતાનથી પતિ-પત્નીનો પ્રેમ ઘનિષ્ઠ બને છે. તેં આજે મને કૃતાર્થ કર્યો છે પ્રિયે! {{ps|વૃદ્ધાઃ | જાઓ ને હવે! શું ઘેલાં કાઢો છો? તમે જાણે નવાઈના બાપ થવાના હો! શરમાતા નથી? {{ps|વૃદ્ધઃ | તે વળી એમાં શેની શરમ? આ ક્યાં ગેરકાયદે… {{ps|વૃદ્ધાઃ | બસ, બસ. હવે બોલવાનું ભાન રાખો. {{ps|વૃદ્ધઃ | એય, અહીં આવ. મારી પાસે બેસ. બોલ, શું અનુભવાય છે તને? {{ps|વૃદ્ધાઃ | અંદર કંઈક ઊંચુંનીચું… {{ps|વૃદ્ધઃ | હં (પેટ પાસે કાન લઈ જઈ) અત્યારે એ શું કરતું હશે? {{ps|વૃદ્ધાઃ | રહો, રહો, હવે, હજી તો… {{ps|વૃદ્ધઃ | હા, હા, હજી તો એનો કોઈ આકાર જ નહીં બંધાયો હોય કેમ? (થોડી વાર પછી) એય, નામ શું પાડીશું એનું? {{ps|વૃદ્ધાઃ | કોનું? {{ps|વૃદ્ધઃ | છોકરાનું! {{ps|વૃદ્ધાઃ | મારે તો છોકરી જોઈએ. {{ps|વૃદ્ધઃ | ના હોં. મારે તો છોકરો… {{ps|વૃદ્ધાઃ | બસ બસ. હજી તો ભેંસ ભાગોળે ને ઘરમાં ઘમાઘમ! {{ps|વૃદ્ધઃ | ચાલ, બન્નેનાં નામ વિચારીએ, છોકરી હોય તો? {{ps|વૃદ્ધાઃ | (વિચારી) મીરાં. {{ps|વૃદ્ધઃ | હં. સરસ છે. ને છોકરો હોય તો? {{ps|વૃદ્ધાઃ | (તરત જ) સોહન! (અચાનક વૃદ્ધાની ભાવમુદ્રામાં પરિવર્તન) ઓહ સોહન સોહન! તું ક્યાં જતો રહ્યો? કેમ તારો કોઈ પત્ર આવતો નથી? કેમ તું અમને મળવા આવતો નથી? કેમ? કેમ? કેમ તું અમને આમ ઘડપણમાં ટટળાવી રહ્યો છે? દયા જ નથી આવતી તને તારાં માવતરની? તને આજ દિન સુધી લાડ લડાવી મોટો કર્યો ને છેવટે તેં જ અમને દગો દીધો? જરાક તો લાજશરમ જેવું રાખ. ક્યારેક તો ખબર લે. તારાં આ ઘરડાં મા-બાપની. (વૃદ્ધ ઘંટડી વગાડે, વૃદ્ધા તરત સ્વસ્થ) {{ps|વૃદ્ધાઃ | હવે? (બન્ને ટાઇમટેબલ જુએ) {{ps|વૃદ્ધઃ | હવે સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય થયો. એમ કર, આજે તો એક ગીત ગા. {{ps|વૃદ્ધાઃ | ના, ના. હવે શું મશ્કરી કરો છો? {{ps|વૃદ્ધઃ | એમાં મશ્કરી શેની? કૉલેજમાં હતી ત્યારે તો તું કેવું સરસ ગાતી. વાર્ષિક કાર્યક્રમોમાં, પિકનિકોમાં તારાં ગીતો કેવાં જામતાં! રેડિયો ઉપર તો તારો અવાજ સાંભળી હું ઘેલો બની જતો! {{ps|વૃદ્ધાઃ | હા, ખબર છે મને. તે દિવસે મારો કાર્યક્રમ પૂરો થયા પછી તમે મને અભિનંદન આપવા આવ્યા અને તમને જોઈને જ હું તમારા પ્રત્યે આકર્ષાઈ ગઈ. {{ps|વૃદ્ધઃ | અને તારા ગરબા જોવા આસપાસની સોસાયટીઓમાંથી ટોળાં ઊભરાતાં. એ ગરબામાંનો તારો હિલ્લોળ, તારા અંગમરોડો, તારી સહજ ઠેક ભલભલાને ટીકી રહેવા મજબૂર કરતાં. {{ps|વૃદ્ધાઃ | બસ બસ હવે, વળગી ન પડતા ક્યાંક! {{ps|વૃદ્ધઃ | એમ કર, એ ગરબો જ ગાઈ નાખ. {{ps|વૃદ્ધાઃ | ના, ના, હવે તો મારો રાગ પણ… {{ps|વૃદ્ધઃ | અરે જેવો હોય તેવો! {{ps|વૃદ્ધાઃ | એક શરતે! {{ps|વૃદ્ધઃ | કઈ? {{ps|વૃદ્ધાઃ | આપણે બન્ને સાથે ઘૂમીએ, હું ગાઉં ને તમે ઝીલો. {{ps|વૃદ્ધઃ | મંજૂર! (વૃદ્ધા એક ગરબો શરૂ કરે, (અહીં કોઈ પણ ગરબો ચાલે), બંને શિથિલ રીતે, બેતાલ, ઘૂમે. ગરબો પૂરો થયા પછી બન્ને થાકીને બેસી પડે.) {{ps|વૃદ્ધાઃ | મારા તો પગ દુખી ગયા. {{ps|વૃદ્ધઃ | મારાયે. {{ps|વૃદ્ધાઃ | ચાલો તો શરૂ કરીએ. એકબીજાના પગ દબાવવાનો રોજિંદો કાર્યક્રમ! {{ps|વૃદ્ધઃ | પહેલાં તું દબાવ મારા! {{ps|વૃદ્ધાઃ | ધણીપણું. {{ps|વૃદ્ધઃ | હાસ્તો વળી! ચાલ. (પહેલાં વૃદ્ધા પગ દબાવે) {{ps|વૃદ્ધઃ | કંઈ જ વજન લાગતું નથી તારા આ એક હાથનું. હજી તો મારા પગ એવા દુખે છે. (વૃદ્ધા જરા જોર કરે ત્યાં તો થાકે) {{ps|વૃદ્ધાઃ | હાય, હું તો થાકી ગઈ. મારો તો હાથ દુખવા માંડ્યો. {{ps|વૃદ્ધઃ | રહેવા દે. ચાલ હું તારા પગ દબાવું. (વૃદ્ધાના પગ દબાવે, એના ચહેરા પર રાહતનો ભાવ) {{ps|વૃદ્ધાઃ | આમ ક્યાં સુધી ચાલશે? {{ps|વૃદ્ધઃ | શું? {{ps|વૃદ્ધાઃ | આપણું આ ડમણિયું! {{ps|વૃદ્ધઃ | કાળ ઇચ્છશે ત્યાં સુધી. {{ps|વૃદ્ધાઃ | આપણી પ્રીતિ તો આવી ને આવી જ રહેશે ને? {{ps|વૃદ્ધઃ | કેમ એવો વિચાર આવ્યો? {{ps|વૃદ્ધાઃ | હું તો ઇચ્છું કે તમારા પહેલાં જ મારી આંખી મીંચાઈ જાય તો સારું. મારું સૌભાગ્ય અખંડિત રહે. ચૂડીચાંદલા સાથે તમારે ખભે ચઢી હું વિદાય લઉં. {{ps|વૃદ્ધઃ | પણ મારું ખંડિત થાય એનું શું? સ્વાર્થી! {{ps|વૃદ્ધાઃ | એમાં સ્વાર્થ શાનો? અમારે સ્ત્રીઓને તો આ જ સદ્ભાગ્ય! {{ps|વૃદ્ધઃ | પણ ધારો કે તારા પહેલાં જ… {{ps|વૃદ્ધાઃ | (વૃદ્ધના મોં પર હાથ મૂકી દેતાં) જો જો, પાછા એવું અપશુકનિયાળ બોલતા! {{ps|વૃદ્ધઃ | પણ આ તો ધારવાનું છે. {{ps|વૃદ્ધાઃ | તો, તો મારાથી જિવાય જ નહીં. હું તો તરત જ આત્મહત્યા કરું. {{ps|વૃદ્ધઃ | આત્મહત્યા પાપ છે. {{ps|વૃદ્ધાઃ | ભલે રહ્યું. પતિ પાછળ આત્મહત્યા કરવી એ તો અમારે સ્ત્રીઓને મન પુણ્ય. {{ps|વૃદ્ધઃ | પણ ધારો કે તું પહેલી જાય તો તો મારા માટે જીવન શૂન્ય બની જાય. હુંયે કદાચ તારી જેમ જ તારી પાછળ… {{ps|વૃદ્ધાઃ | એક સૂચન કરું? {{ps|વૃદ્ધઃ | કહે. {{ps|વૃદ્ધાઃ | આપણે સાથે જ વિદાય લઈએ તો? {{ps|વૃદ્ધઃ | (વિચારી) પણ એમ કેમ બને? {{ps|વૃદ્ધાઃ | બનશે. જો તમે હા પાડો તો! {{ps|વૃદ્ધઃ | બોલ. {{ps|વૃદ્ધાઃ | વચન આપો કે તમે મારી વાત માનશો. {{ps|વૃદ્ધઃ | વચન. {{ps|વૃદ્ધાઃ | તો આપણે આજે જ સાથે મરીએ. {{ps|વૃદ્ધઃ | શું કહે છે તું? એમ કેમ બને? {{ps|વૃદ્ધાઃ | જુઓ તમે મને વચન આપ્યું છે ને? હવે હું કહું તેમ જ કરો. હું ઇચ્છું તો છું કે તમારાથી વહેલી મરું તો સારું પણ પછી વિચારું છું કે મારા વિના તમારું શું થાય? એ વિચારે મને તો વહેલું મરવું ગમતું નથી. ને તમે મરો તો મારું તો દુર્ભાગ્ય જ ને? એના કરતાં આપણે બન્ને સાથે… {{ps|વૃદ્ધઃ | તારી વાત મારે ગળે પણ ઊતરે છે. આમેય આપણે પૂર્ણ રીતે જીવન માણ્યું છે. લાંબો સાથ નિભાવ્યો છે. હવે કશો જ અસંતોષ નથી. {{ps|વૃદ્ધાઃ | ને આ રેઢિયાળ ઘડપણમાં બળ્યું છેય શું? {{ps|વૃદ્ધઃ | ચાલ ત્યારે થઈ જા તૈયાર. {{ps|વૃદ્ધાઃ | પેલા કબાટમાં પૉઇઝનની શીશી છે. એમાંથી ગોળીઓ કાઢો. (વૃદ્ધ કાઢે.. બારણું ખખડે. વૃદ્ધા બહાર જાય. સાંજનું ટિફિન લઈ અંદર આવે. ટિફિન ખોલે. ખાદ્યસામગ્રી સાથે વૃદ્ધે આપેલી ગોળીઓ ભેળવી. બન્ને હસતાં હસતાં ગળે અને પ્રસન્ન ચિત્તે ખાય… ત્યાં જ પડદો પડે.) (સતીશ વ્યાસનાં શ્રેષ્ઠ એકાંકી)