તીડ
સતીશ વ્યાસ
પાત્રો
ખેડુ
પત્ની
જૂથ–૧
જૂથ–૨
અવાજ
ગીગો
નટ–૧
નટ–૨
નટી–૧
નટી–૨
દિગ્દર્શક
સમાચારવાચક
પ્રધાનમન્ત્રી
મુલાકાતી
(ગામખેડુ ઊભો ઊભો માઇમથી ગોફણ વીંઝતો દેખાય ત્યાં જ એની પત્ની ભાથું લઈને આવી પહોંચે.)
ખેડૂઃ
|
તને આઘ્ઘેથી ભાળતો’તો. સીમ ઉપર લાલ ગવન ઊડતું દેખાય ને મારી ભૂખ ઊઘડે. લાવ્ય, ઝટ કાઢ્ય, આજ્ય હું લાવી સ?
|
પત્નીઃ
|
આજ્ય તો માખણવાળો રોટલો લાઈ સું ને મૂળાનું સાગ કર્યું સ. તમને ભાવતું.
|
ખેડુઃ
|
વાહ રે વાહ, તયેં તો મારો દી હુધરી ગ્યો ભાળું… લાવ્ય, લે. (ભાથું ખોલે. ખેડુ ખાતાં પહેલાં પહેલો કોળિયો સ્ત્રીના મુખ સામે ધરે.)
|
પત્નીઃ
|
હવે લાજો, લાજો જરા. તઈણ છૈયાંના બાપ થ્યા.
|
ખેડુઃ
|
એથી તારો ધણી ઓછો જ મટી જ્યો એથી તારા પરનું વા’લ ઓછું જ ઘટી જ્યું. લે નાછ્ય મોઢું એટલે હું માંડુ ખાવા.
|
પત્નીઃ
|
હવે માંડો ને ખાવા સાનામાના.
|
ખેડુઃ
|
ના હોં આ તો ખેડુની જીદ. તું લે તો હા, નકર્ય ના.
|
પત્નીઃ
|
ઓ હો હો ભારે તમે તો! લાવો લ્યો. શરમાતા નથ્ય. (ખાય. પછી પટેલને પણ એ કોળિયો સામો ભરાવે. પછી બન્ને ખાય.)
|
પત્નીઃ
|
ઓણની સાલ તો કુદરતે ભારેની મહેર કરી સે.
|
ખેડુઃ
|
હા, હોં. ઓણ તો આપણે સાહુકારનું હંધુંય વિયાજ ભરી દેહું.
|
પત્નીઃ
|
ને ઉપરથી ઘરમાંય વરહ આખાના દાણા ભરસું એ નોખા.
|
ખેડુઃ
|
હા, સેલ્લાં તઈણ વરહ તો ભારેનાં મોળાં જ્યાં. નાનકીનાં લગનમાં યે ઘણું ખેચઈ જ્યાં. આ વરહે હવે લોઢાને પાયે બેઠી સે તિ હેમખેમ પાર ઊતરહુ.
|
પત્નીઃ
|
હા, ને હવે ગીગીનાં યે લગન લઈ લઈએ. આ મારાથી હવે તમારાં ભાથાંફેરા બહુ થતા નથ્ય.
|
ખેડુઃ
|
કાં થાક લાગી જ્યો પટલાણી? અટ્યલામાં? હજી તો જીવતર ઘણું કાઢવાનું સે!
|
પત્નીઃ
|
જો જો, ઊંધું હમજતાં! આ તો મુને ઈમ કે કામમાં હાથબટો કરાવે તો બાપ-દીકરા બેયનું હચવાય, ને ગીગો ય પડે ઠેકાણે. પેલું પરછમનું ખેતર હવે ઈને ભળાવ્યું સે તિવારનો એવો રાત દી મે’નત કરે સે? ઈનેય થોડો હધ્યારો રે.
|
ખેડુઃ
|
હા, હા પણ ઈનાં ઘરાણાં…
|
પત્નીઃ
|
હંધુય ભાયગ પરમાણે થઈ રેહે. તમતમારે ફકર્ય નો કરો. હઘળાં હારાં વાનાં થાહે. લ્યો આજ તો સાશે ય લાઈસું.
|
ખેડુઃ
|
આ હા! વાહ! ભારે મઝાનું ઘોળવું બનાયું સ.
|
(બન્ને પીએ. સીમ ઉપર યુવક-યુવતીઓનું એક જૂથ ગાતું ગાતું નીકળે.)
જૂથઃ
|
રૂઠ્યો રૂઠ્યો છે ખેતરપાળ,
|
|
ત્યંઈ સાસરીમાં કરશિ ઈ રાજ.
|
પત્નીઃ
|
કેવું ગામ આખું ગાંડું થ્યું સ ને હિલોળે ચડ્યું સ! હંધાયને ઓણનું વરહ હારું બેઠું સ. હંધાય હાટાં વાળી દીધાં જાણે ઈન્દર દેવે!
|
ખેડુઃ
|
હા, હોં ઓણ તો જાણે કોઈ લડતું-ઝઘડતુંય નથ્ય. મને ય ઈયાદ નથ્ય આવતું કે હું તને કિયારે વઢ્યો’તો! ને તેંય ઓણની સાલ એકેય છાસિયું કર્યું હોય એવું મને ઈયાદ નથ્ય.
|
પત્નીઃ
|
ઈ હંધોય ઉપરવાળાનો પરતાપ! હાલો તંયે હું જાઉં ને તમે ય. લો, હંભાળો આ ગોફણ્ય હાથમાં.
|
ખેડુઃ
|
ઓણ્ય તો આ ગફણ્યે ય હાથમાં ઝીલવી ગમતી નથ્ય ભલે ને ખાતાં આ પંખીડા ય. ઓલ્યા નાનક સાયેબે નથ્ય કહ્યું?
|
રામ કી ચીડિયા રામ કા ખેત,
|
|
પત્નીઃ
|
ભલે તિયારે જેવી તમારી મરજી. હું તો આ હાલી.
|
(ધીમે ધીમે સાંજના ઓળા ઊતરે. દૂરદૂરથી ખેડુના અવાજો આવે. ક્યાંકથી કોઈક ભજન સંભળાતું હોય. ક્યાંક કોસ ચાલવાનો અવાજ આવતો હોય. ખેડુ માંચડેથી ઊતરી ખેતરની સીમ ફરતો આંટો મારી ફરી માંચડા ઉપર આવે. માથેથી ફાળિયું ઉતારી, ઢોચકીમાંથી પાણી લાવી, મોં ધોઈ, નિરાંતે લંબાવે. ધીમે ધીમે રાત જામતી જાય. ત્યાં અચાનક ઢોલ થાળીના અવાજો ઘોંઘાટ-પડકારા સંભળાવા માંડે. અવાજ ધીમે ધીમે મોટો થતો જાય. જૂથમાં ગીતનો અવાજ.)
જૂથ–૧:
|
સીમરખાએ ધ્રાંગડ ઢોલ વગાડ્યા,
|
જૂથ–૨:
|
ના, ના, ના, ના, ના, ના, જાસા,
|
|
નહીં બુકાની, નહીં કો દાઢી,
|
|
સીમ ઉપર તાપણાં મશાલો દેખાય.
|
જૂથ–૧:
|
કોઈ નીકળ્યું લઈ મશાલો,
|
(ખેડુ પણ પહેલાં ફાનસ સળગાવે. ઊંચું કરે. બાજુના ખેતરમાંથી કોઈ મોટેથી પૂછતું હોય એમ અવાજ.)
અવાજઃ
|
એય વીહાભાઈ, ન્યાં કણે હું થ્યું સ?
|
ખેડુઃ
|
કાંય ખબર્ય રડતી નથ્ય પણ આઘે આઘે ભાગદોડ જામી સે. ઢોલ-ત્રાંહાં વાગે સે ને બુમરાણ જેવું સે.
|
ખેડુઃ
|
ને ગામ હંધુંય જાણે સીમ તરફ ધોડ્યું આવે સે.
|
અવાજઃ
|
આ અડખેપડખેની સીમનાં ખેતરોમાંય જુઓ ને હંધેય તાપણાં થવા માંડ્યાં સે.
|
ખેડુઃ
|
હા, હોં લે તાણ હું આ પૂળો હળગાવું. (પૂળો સળગાવે.)
|
જૂથ–૧:
|
આવ્યાં આવ્યાં તીડનાં ધાડાં,
|
જૂથ–૨:
|
તીડ આવ્યાં ભૈ તીડ આવ્યાં,
|
(ખેડુની પત્ની પણ હાંફળીફાંફળી ખેતરમાં આવી પહોંચે. એ પણ પૂળો સળગાવે.)
પત્નીઃ
|
હું થવા બેઠું સે ગીગાના બાપુ? આ માંડ સાસ હેઠો બેઠો’તો કિ વરહ હારુ પાચ્યું સે, ન્યાં તો આ ધાડાં કોણ જાણે ચ્યાંથી આવી પૂગ્યાં? કરમની કઠણાઈ તિ આનું નામ!
|
ખેડુઃ
|
હશિ હવે, હૌનું થાહે ઈ આપણું થાહેં. હંધાંય ભેળા થઈને કરશું કાંક. હમણાં તો તું આ પૂળા હળગાવતી જા. ઈમ કરતાંય આ રાખ્ખહ આઘો જાય સે?
|
પત્નીઃ
|
આભ ફાટ્યું ન્યાં એક પૂળે હું દા’ડો વળે.
|
ખેડુઃ
|
હંધાય ભેળા થઈને પૂગી વળહું. ધીર ધર જરી,
|
(ગીગાનું આગમન.)
પત્નીઃ
|
કાં ગીગા? શા ખબર્ય લાવ્યો સ?
|
ગીગોઃ
|
મા, હામેના ગામને હંચોડું ય બોડું કરી મેલ્યું સ આ તીડોએ, એકેય દાણો નથ બચ્યો એવા વાવડ સે.
|
પત્નીઃ
|
હાય, હાય, મા. હું થાવા બેઠું સ?
|
ખેડુઃ
|
તું આમ કાળજું બાળ્ય મા. થવા કાળ થઈને રેહે. કાળ આગળ માણહનું ચેટલું ગજું? માટે ધીર ધર.
|
પત્નીઃ
|
હવે ચ્યમની ધીર ધરે? મૂઓ ઈ ય ફાટી મરે ને!
|
ખેડુઃ
|
ઈમ કાળને જ્યમત્યમ નો બોલીએ રઘી! એની પાંહે હંધાંય લેખાંજોખાં હોય સે.
|
ગીગોઃ
|
તિ હેં બાપા, પેલો ભ્રમરાખ્ખસ કે’ સે ઈ આ તીડ તો નઈં? મેં તો પહેલવારકાં ભાળ્યાં!
|
ખેડુઃ
|
આઠ-દહ વરહે ઈનો પંજો ફરી જ વળે સેં. માંડ થોડાં વરહ કળ વળે ને પાસો એક દી એનો કેર વરતાય.
|
પત્નીઃ
|
આપણે માનીએ કિ હવે ટળી ગ્યાં. હવે ઈ જનમવાનાં જ નહીં ને ન્યાં તો કોણ જાણે ચ્યાંથી ઈ આવી જ પૂગે સે!
|
જૂથ–૧:
|
કોઈ કહે છે મધ્ય એશિયા,
|
જૂથ–૨:
|
કોઈ કહે કે ના કુળ એનું,
|
જૂથ–૨:
|
આવ્યાં આવ્યાં તીડના ધાડાં,
|
|
ધાણી ફૂટતાં તીડનાં ધાડાં,
|
જૂથ–૧:
|
ખેતર ખાધું ખળાં ઉજાડ્યાં,
|
(ઠેકઠકાણે રુદનના, અરેરાટીના દમિત રુદન, ચીખતા, કણસતા અવાજો.)
નટ–૧:
|
હવે અહીં આમ જુઓ તો નાટક પૂરું થઈ ગયું.
|
નટી–૧:
|
આટલું જલ્દી? આટલું જલ્દી તે નાટક પૂરું થતું હશે? આ તો માંડ પંદરેક મિનિટનું જ થયું!
|
નટ–૧:
|
લેખકે તો આટલું જ લખી મોકલ્યું છે.
|
નટી–૧:
|
હજી બીજું હવે મોકલવાના હશે.
|
નટ–૨:
|
નાટક તો આટલું જ છે. લેખક મને મળ્યા હતા. તે કહેતા હતા કે મારું નાટક તો પૂરેપૂરું છે.
|
નટી–૧:
|
તો તો થઈ રહ્યું, આમાં તો કશું સમજાશે નહીં.
|
નટ–૧:
|
ને વળી તીડનું કંઈ નાટક હોતું હશે આ જમાનામાં?
|
નટી–૨:
|
આપણા શહેરના લોકો વળી આ તીડ-ફીડમાં શું સમજશે?
|
નટી–૧:
|
લોકો તો કહેશે કે આ વળી લોકસાહિત્ય ક્યાંથી આવ્યું?
|
નટ–૧:
|
આ તે નાટક છે કે ડાયરો?
|
નટી–૧:
|
ને વળી પાછો કશોક હેતુ કે બોધ પણ હોવો જોઈએ ને?
|
નટી–૨:
|
એ વળી શું બોલી? બોધ આપીએ તો વિવેચકો તૂટી ન પડે?
|
નટ–૧:
|
હાં, હોં, એ કહેશે કે નાટક કલાત્મક ન થયું.
|
નટી–૧:
|
પણ હેં? તું જ કહેઃ આમાં કંઈ હેતુ છે ખરો?
|
નટ–૨:
|
લે, કર વાત. સીતાનું હરણ જ થઈ ગયું ને? આટલા દહાડાથી રિહર્સલ્સ કરીએ છીએ ને તને કશું જ સમજાતું નથી?
|
નટી–૧:
|
ના, મને કશું જ સમજાતું નથી. સાવ સીધું ને સોંસરું લાગે છે. પણ તને સમજાયું છે ને?
|
નટી–૧:
|
તો લે, કહે એમાં શો મર્મ છે?
|
નટ–૨:
|
(ગલ્લાંતલ્લાં કરતાં) સાચું કહું તો મને ય તારા જેવું જ થાય છે. મને પણ સમજાતું તો કશું જ નથી.
|
નટી–૨:
|
ખરેખર તો નાટકમાં સમજવાનું જ શું છે?
|
નટી–૧:
|
કેમ? નાટક સમજાવું તો જઈએ ને?
|
નટી–૨:
|
સમજાઈ જાય તો એ વળી નાટક શાનું? આઈ મીન આર્ટ શાની?
|
નટી–૧:
|
પણ આમ સમજ્યા વગર જ રોલ કર્યે જવાનો? મને તો એમ મજા જ ન પડે. ઇન્વૉલ્વમેન્ટ આવતું જ નથી. જાણે હું રોલમાં જ નથી આવતી.
|
નટી–૨:
|
આમ જાણે મેન્સિસ ન આવતું હોય એવો બળાપો ન કર.
|
નટી–૧:
|
હવે ચૂપ કર છાનીમાની. ઑડિયન્સનો તો ખ્યાલ રાખ.
|
નટ–૧:
|
ઑડિયન્સને તો આવી વાતોમાં જ રસ પડે છે.
|
નટ–૨:
|
સમજફમજનું તો નામ જ ન લેવું. થોડી ખુલ્લી વાતો, થોડા ટુચકા, થોડા નૉનવેજે જોક્સ, થોડી છેડખાની અને દ્વિઅર્થી સંવાદો.
|
નટી–૨:
|
બસ એ જ આપણું નાટક.
|
નટી–૧:
|
પણ આ નાટકમાં તો એ ય નથી.
|
નટ–૧:
|
હં, વાત તો સાચી. આ તો નહીં જ ચાલે.
|
નટ–૨:
|
એમ કરીએ પેલા દિગ્દર્શકને બોલાવીએ.
|
નટી–૨:
|
એને વળી સાંધાની યે ખબર ક્યાં પડે છે?
|
નટી–૧:
|
તું તો ભારે આખાબોલી અલી! કહું છું કે ઑડિયન્સની તો…
|
નટી–૨:
|
ઑડિયન્સની તો ઐસી કિ તૈસી. એને તો જેટલી ગાળો દઈએ એટલું એ આપણી નજીક આવે, આપણું થાય.
|
નટ–૧:
|
અલ્યા, પણ હવે આ આખા થીમનું વિષયાન્તર થાય છે હોં!
|
નટી–૧:
|
આમ ને આમ તો આપણે ઑડિયન્સને બોર કરીશું.
|
નટ–૨:
|
બોલાવ પેલા દિગ્દર્શકને!
|
નટી–૧/નટી–૨/નટ–૧:
|
હા, હા બોલાવો.
|
(નટ–૧ અંદર જઈ દિગ્દર્શકને લઈ બહાર આવે.)
દિગ્દર્શક:
|
બોલો શું કામ પડ્યું, બાળકો?
|
નટ–૧:
|
આ નાટક અહીં જ પૂરું કરવાનું છે?
|
દિગ્દર્શક:
|
હા વિચાર તો એવો જ છે.
|
નટી–૧:
|
પણ એમ કરીએ તો તો કંઈ સમજાતું જ નથી.
|
દિગ્દર્શક:
|
કેમ, એમાં વળી ન સમજાય એવું શું છે?
|
નટ–૨:
|
અમને તો આ તીડફીડમાં કશું સમજાતું નથી.
|
દિગ્દર્શક:
|
આ તીડ તો સમજો ને કે પ્રતીક છે.
|
નટી–૨:
|
પ્રતીક થોડું સ્પષ્ટ તો જોઈએ ને?
|
નટ–૧:
|
સ્પષ્ટ હોય તો પ્રતીક શેનું?
|
નટી–૨:
|
સ્પષ્ટ એટલે પેલી મહારાષ્ટ્રની નારીની જેમ…
|
નટ–૨:
|
નહીં ખુલ્લું, નહીં ઢાંકેલું.
|
નટ–૧:
|
જ્યારે આ તો ગુજરાતની નારી જેવું છે – પૂરેપૂરું બન્ધ.
|
નટી–૧:
|
ને પેલા સમીક્ષકો તો કહેશે કે થીમ આઉટ ઑફ ડેઇટ છે. પ્રતીક પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી. પ્રતીતિ જન્માવતું નથી.
|
દિગ્દર્શક:
|
તો કરીશું શું?
|
નટ–૨:
|
એમ કરો. પ્રતીક બદલી નાખો અથવા એકાદ વધારાનું ઉમેરો. જેમ કે પ્લેગનાં જન્તુ લાવો ન્યુમોનિક.
|
નટી–૨:
|
હા, હા હમણાંનું તાજું છે. જેમને સમકાલીન સામાજિક સમસ્યામાં રસ પડે છે એમનેય ગમશે.
|
નટ–૧:
|
નહીંતર એમ કરો નેઃ કશીક વાઇરસની વાત લાવો.
|
નટી–૧:
|
આમાંથી કશુંક હુલ્લડ-ફુલ્લડનું નીકળી શકે? લોકોને બોધનો બોધ મળે ને આપણે નાટકનું નાટક!
|
નટી–૨:
|
એટલે એમ જ કહો ને કે, દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.
|
નટ–૧:
|
પણ આમ કરીશું તો વિષયાન્તર નહીં થાય?
|
નટી–૨:
|
સ્ત્રી ઘરની હોય કે બહારની, વિષય તો એનો એ જ રહે છે. બદલાય છે કેવળ પાત્ર!
|
નટી–૧:
|
ભારે આખાબોલી! કંઈક પ્રેક્ષકોનો ખ્યાલ રાખ.
|
નટી–૨:
|
નાટક કરવું ને એમ કોથળામાં પાંચશેરી ભાંગવી ન ચાલે.
|
નટ–૨:
|
છાશ લેવા જવું ને દોણી સંતાડવી ન ચાલે.
|
નટ–૧:
|
વૈદને ઘેર જવું ને જાંઘ છુપાવવી ન ચાલે.
|
નટી–૨:
|
સુહાગરાતે ગુજરાતી નારી રહેવું ન ચાલે.
|
દિગ્દર્શક:
|
બસ, બસ. હવે જરા આગળ વિચારો. આપણે નાટકનું શું કરવું?
|
નટ–૧:
|
પહેલાં પ્લેગવાળું તો લાવીએ જ.
|
દિગ્દર્શક:
|
હં લાવી જોઈએ. (જૂથ–૧ને) ચાલો તો તમે શરૂ કરો.
|
સમાચારવાચકઃ
|
ને આખા શહેરમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સ્ટેશન ઉપર અને બસસ્ટૅન્ડ ઉપર ઊભરાવા માંડ્યા છે. કેટલાક લોકોએ તો પાંચપાંચ હજારમાં ખાસ વાહનો ભાડે રોક્યાંના સમાચાર છે. લોકો આડેધડ સ્થળાંતર કરવા માંડ્યા છે. મન્ત્રીશ્રી તરફથી સૂચના આપવામાં આવે છે કે…
|
|
(મન્ત્રીશ્રીનો અવાજઃ) આથી જાહેર જનતાને વિનંતી કે નદી પરના બન્ધમાં ક્યાંય કશી તિરાડ પડી નથી. આ કેવળ અફવા છે. કોઈને પોતાનું સ્થળ કે ઘર ન છોડવાની જાહેર વિનંતી કરવામાં આવે છે.
|
દિગ્દર્શક:
|
પણ ઊભા રહો, આ તો જરાય બન્ધ બેસતું નથી. આપણા મૂળ પ્રતીકથી આ ઘણું દૂર નીકળી જાય છે.
|
નટ–૨:
|
એ જ સારું, કશુંક જુદું થવું જોઈએ. સમીક્ષકો તો કહેશે કે બર્તોલ્ત બ્રેખ્તની શૈલીનો અહીં સુન્દર વિનિયોગ દિગ્દર્શકે કર્યો છે. પ્રગટ રીતે ને છતાં મખર બન્યા વિના એમની વાત નાટકકારે રજૂ કરી છે. માટે થવા જ દો.
|
દિગ્દર્શક:
|
ના, ના, પણ આમ સાવ ધડ-માથા વિનાનું…
|
નટ–૧:
|
પણ હું કહું છું એમ પેલું પ્લેગનું લાવો ને કે પછી વાઇરસનું.
|
જૂથ સભ્યઃ
|
આપણે ટી.વી. ફ્રેમની ડિઝાઇન બનાવીએ તો?
|
નટી–૨: | હા, જરા નવો પ્રયોગ પણ લાગશે.}}
(જૂથના સભ્યો પોતાની દેહાકૃતિથી ટી.વી. ફ્રેમ રચે. ફ્રેમની વચ્ચેથી સમાચારવાચક વાંચે.)
સમાચારવાચકઃ
|
અમને હમણાં જ મળતા સમાચાર પ્રમાણે સુરતમાં પ્લેગને કારણે દસ જણાનાં મૃત્યુ થયાં છે.
|
|
(દૃશ્યરૂપઃ કોઈક ઉંદર પકડીને મારે છે. કોઈ ચાંચડ મારે છે. કોઈ દવાનો છંટકાવ કરે છે. કોઈક બસસ્ટૅન્ડે, રેલવે સ્ટેશને ભાગભાગ કરે છે.)
|
નટ–૧:
|
આ નાસભાગ કરવાવાળા ફ્રેમની બહાર નીકળી જાય છે.
|
નટ–૨:
|
ખરી ધમાલ જ ફ્રેમની બહાર હોય છે. એ જ સચ્ચાઈ!
|
નટી–૨:
|
હા, બાકી ફ્રેમની અંદર હોય છે તે તો કેવળ રાજકારણ.
|
દિગ્દર્શક:
|
સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય
|
પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.
|
|
મુલાકાતીઃ પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.
|
|
પ્રધાનમંત્રીઃ
|
એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.
|
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.)
નટ–૧:
|
હવે આ ભાગદોડમાં કશુંક હુલ્લડનું ન લાવી શકાય?
|
દિગ્દર્શક:
|
ના. ના. પ્લેગને ને હુલ્લડને વળી શો સમ્બન્ધ?
|
નટ–૨:
|
કેમ વળી? નહીં તો આ તીડને ને પ્લેગને વળી શો સમ્બન્ધ હતો? ને હુલ્લડને તે સમ્બન્ધ શેના? એ તો ગમે ત્યારે, ગમે તે કારણે, ગમે તે સમ્બન્ધે કે અસમ્બન્ધે યે થાય.
|
દિગ્દર્શક:
|
પણ નાટક પછી આડું ફંટાઈ જાય.
|
નટ–૧:
|
એ જ તો મઝા છે. ફંટાય નહીં તો ખેલ શાનો? વંકાય નહીં તો નાટક શાનું?
|
નટી–૨:
|
હા. હા. રમણભૂમિ તો તિર્યક્ જ હોય!
|
નટ–૨:
|
ઓ હો હો! ભારે કરી તેં તો. તું તો સાવ…
|
નટી–૨:
|
કહો ને નાગી છું! નાટકમાત્ર નાગું. એમાં કશું ગૂગૂછીછી ન ચાલે. અહીં તો જેવું હોય એવું કહેવાનું ને દેખાડવાનું. આભડછેટ તો નાગરવાડે હોય, નાટકવાડે તો સૌ સરખાં.
|
નટી–૧:
|
તો પેલું લાવો ને મંદિર-મસ્જિદનું!
|
દિગ્દર્શક:
|
ના, હોં મારે નાટક બન્ધ નથી કરાવવું!
|
નટી–૧:
|
એમાં બન્ધ શાનું થઈ જાય?
|
દિગ્દર્શક:
|
સરકાર મા-બાપ જોઈ છે? એની સેન્સર-શી તલવાર જોઈ છે? કાપી નાખે.
|
નટ–૨:
|
પણ આપણે રિહર્સલમાં તો કરી જોઈએ? નહીં સારું લાગે તો કાઢી નાખીશું.
|
દિગ્દર્શક:
|
ના, ના. રિહર્સલ્સ કર્યા પછી કશું ય કાઢી નાખવું અઘરું હોય છે. કોઈને પોતાનો રોલ ટૂંકો થાય એ ગમતો નથી. દરેકને ફ્રેમમાં જ રહેવું હોય છે.
|
ફ્રેમમાં મંત્રીશ્રીઃ
|
શહેરમાં ક્યાંય કોમી દંગા થયા નથી. માત્ર અદાવતને કારણે એક છૂરાબાજીનો બનાવ બન્યો છે. નગરજનોને અફવા ન સાંભળવા અને રાબેતા મુજબ પોતાના વ્યવસાય ચાલુ રાખવા જણાવવામાં આવે છે.
|
(ફ્રેમની બહાર હુલ્લડની, મારામારીની, પથ્થરમારાની, ખૂનખરાબાની, ખાનગી અને પોલીસ ગોળીબારની દૃશ્યાવલીઓ.)
જૂથ–૧:
|
માંડ જરા એ શાન્ત પડે છે.
|
નટી–૨:
|
અલ્યા, આ તો જાણે મેળ પડી ગયો. તીડટોળાનું પ્રતીક કેટલું સરસ રીતે વણાઈ ગયું?
|
નટ–૨:
|
એ જ તો છે ત્યારે ઇમ્પ્રૉવાઇઝેશનની મઝા! કોઈને ન સૂઝે એ નટને સૂઝે. લેખકે ન ધાર્યો હોય એવો અર્થ નટો કાઢી બતાવે. દિગ્દર્શકને ન સૂઝ્યું હોય એવું દર્શન પ્રેક્ષકો કરે. કશું પૂર્વનિશ્ચિત નહીં, નહીં માંડેલું કે નહીં કશું સમ્પૂર્ણ!
|
જૂથ–૨:
|
કોઈ કહે છે બૅક્ટેરિયલ,
|
{{ps|જૂથ–૧: | બાર વરસનો બાવો બોલે
|
મન્દિર તૂટશે, મિનાર તૂટશે
|
જૂથ–૨:
|
શીતળા, કાળો તાવ, પીળિયો,
|
|
વિષમ જ્વર કે ફ્લૂ ફેલાશે,
|
જૂથ–૧:
|
જૂના વ્રણમાં નવા ન્હોરથી,
|
જૂથ–૨:
|
બૅક્ટેરિયલ છે? કે છે વાઇરલ?
|
જૂથ–૧:
|
સરરરરર મારી સાઇકલ ચાલે,
|
|
બાજે રોકડું ને ઉધાર ગાજે,
|
(બધા જ અભિનેતાઓ સાઇકલ ચલાવતા હોય એવા માઇમના અભિનયમાં, ક્રિયાકાણ્ડમાં વ્યસ્ત અને સ્થિરતા.)
(તીડ)