ગુજરાતી એકાંકીસંપદા/‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’

From Ekatra Wiki
Revision as of 05:34, 3 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’}}<br>{{color|blue|વિહંગ મહેતા}}}} {{cent...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’
વિહંગ મહેતા
પાત્રો

મિ. કાંતિલાલ દેસાઈ
કમલેશ જાગીરદાર
કૈલાસ વસાવડા
ત્રિલોક મજમુદાર
જગન્નાથ શાસ્ત્રી તથા કૅક્ટસ
પોલીસ ઇન્સ્પેક્ટર
અને પ્રેક્ષકો

(તખ્તા પર સંપૂર્ણ અંધકારનું આવરણ છે. મુખ્ય પડદો બંધ છે. તખ્તાને ડાબે ખૂણે –મુખ્ય પડદા બહાર– અદાલત જેવું આરોપી માટેનું પીંજરું છે, જેના પર આછો લાલ પ્રકાશ પડે છે. પૃષ્ઠભૂમિમાં જાણે અદાલતનું કાર્ય ચાલતું હોય એવો ગણગણાટ સંભળાય છે. દરમ્યાન પ્રેક્ષાગારમાંથી એક ઇન્સ્પેક્ટર તેની સાથે એક વ્યક્તિને લઈ તખ્તા પર આવે છે અને તેને પાંજરા તરફ જવાનો ઇશારો કરી પોતે તખ્તાની નીચે પ્રેક્ષાગારમાં ઊભો રહે છે. વ્યક્તિ – ત્રિલોક મજમુદાર – કાળા ચૂંથાયેલા સૂટમાં નજરે પડે છે. દાઢી થોડી વધેલી છે. કળવકળ થતા લાલ ડોળા સાથે તેના ચહેરા પર ભયગ્રસ્ત રાની પશુ જેવા ભાવ વારંવાર દેખાયા કરે છે. પ્રેક્ષકોમાંથી કાળો કોટ પહેરેલી એક વ્યક્તિ ઊઠીને પીંજરા પાસે જાય છે. તેના હાથમાં લાલ કપડામાં વીંટેલું પુસ્તક છે. પીંજરા તરફ એ પુસ્તક ધરે છે.) {{ps |વ્યક્તિઃ | (સોગંદ લેતાં) હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. માત્ર સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. (અદાલતનો ગણગણાટ અને લાલ પ્રકાશ, બન્ને સતેજ બને છે.) {{ps |અવાજઃ | (હથોડી ઠોકવાના અવાજ સાથે) ઑર્ડર… ઑર્ડર… (શાન્તિ પથરાય છે) તમારું નામ? {{ps |વ્યક્તિઃ | ત્રિલોક મજમુદાર. {{ps |અવાજઃ | ક્યાં રહો છો? {{ps |વ્યક્તિઃ | સિમ્બેલિક કંપનીના ઇન્ડસ્ટ્રિયલ ટાઉન – ઔદ્યોગિક નગરમાં. {{ps |અવાજઃ | ધંધો? {{ps |વ્યક્તિઃ | ત્રણ મહિનાથી કંપનીના એકાઉન્ટ્સ સેક્શનમાં ક્લાર્ક છું. {{ps |અવાજઃ | તમારી પત્નીના થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે તમારે કંઈ કહેવાનું છે? કોઈના પર શંકા?… આરોપ…? {{ps |વ્યક્તિઃ | શંકા? શંકા તો મારે મારા પર લાવવી જોઈએ. (પૃષ્ઠભૂમિનો ગણગણાટ ખૂબ વધી જાય છે.) {{ps |અવાજઃ | ઑર્ડર… જુઓ! આ અદાલત છે. જુબાની આપતાં પહેલાં તમે સત્ય બોલવાના સોગંદ લીધા છે. તમે એક સુશિક્ષિત વ્યક્તિ છો. અદાલતનું કાર્ય સુવ્યવસ્થિત ચાલે એ જોવાની તમારી ફરજ છે, ન્યાય અને ઈશ્વરને ધ્યાનમાં રાખી તમે સત્ય કેમ નથી બોલતા? {{ps |વ્યક્તિઃ | (ખુન્નસથી) સત્ય? સત્ય તો હું બોલીશ, પણ જીરવવાની તાકાત છે તમારામાં? સત્યનો તાપ જીરવવો આકરો છે… પણ તમારે સત્ય જ જાણવું છે ને? જુઓ… (પીંજરામાંથી નીકળી જવનિકામાં મધ્યમાં આવી ઊભો રહે છે.) આ છે સત્ય! (જવનિકાના બન્ને છેડા પકડીને) સત્ય જાણતાં પહેલાં તમારે બધાએ પણ સત્ય બોલવાના સોગંદ લેવા પડશે. બોલો… હું જે કંઈ… કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… હું જે કંઈ… (પ્રેક્ષાગારમાંના પ્રેક્ષકો યંત્રવત્ એક પછી એક ઊભા થઈ એ સોગંદ લે છે.) {{ps |પ્રેક્ષક ૧: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… {{ps |પ્રેક્ષક ૨: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… {{ps |પ્રેક્ષક ૩:| હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… (આખાય પ્રેક્ષાગારમાં આ પડઘા અવિરત ગાજ્યા કરે છે. વ્યક્તિ – ત્રિલોક – ખડખડાટ અટ્ટહાસ્ય કરે છે. આવા મિશ્રિત પાર્શ્વધ્વનિ વચ્ચે નાટકની ઉદ્ઘોષણા ઘેરા સ્વરે સંભળાય છે. પડદો ધીમે ધીમે ઊઘડે છે. પડદો ઊઘડી રહેતાં અટ્ટહાસ્ય અને સોગંદનામાના પડઘા શમી જાય છે.) {{ps |વ્યક્તિઃ | (અચાનક જાગ્રત બની. પ્રેક્ષકોને) સૉરી, વેરી સારી! (જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ચાલ્યો જાય છે.) (રંગમંચ પર હવે પ્રકાશ વધે છે. ત્યાં એક દીવાનખંડ નજરે ચડે છે. ડાબી બાજુએ આ દીવાનખંડમાં પ્રવેશવાનું એક બારણું – ફ્રેમ – આભાસ છે. બારણા બહાર લાકડાના કઠેડાવાળો લાંબો ઝરૂખો છે. ત્યાંથી પગથિયાં ઊતરતાં આ ઔદ્યોગિક નગરની ગલી નજરે પડે છે. ગલીમાં એક લૅમ્પપોસ્ટ છે, જેનો પ્રકાશ ક્યારેક વત્તો, ક્યારેક ઓછો એમ વેરાયા કરે છે. દીવાનખંડમાં અગ્રભાગે બે નાના સોફા, ટિપોય સાથે મૂકેલાં છે. પૃષ્ઠભાગે એક રાઇટિંગ ટેબલ છે. તેની આસપાસ બેએક ખુરશીઓ છે. આ ઉપરાંત એક બારી, હેટ-સ્ટૅન્ડ, કલાત્મક દીવાન, થોડાં કૅલેન્ડર્સ, વગેરે બધાંએ આ દીવાનખંડમાં પોતપોતાની જગ્યા શોધી લીધી છે. તખ્તાની બરાબર વચ્ચે એક વિક્ટોરિયા ચેર પોતાના દમામ પાથરતી ઊભી છે. અત્યારે રંગમંચ પર ત્રણ પાત્રો છે: મિ. દેસાઈ, મિ. જાગીરદાર અને મિ. વસાવડા – ત્રણેય આ ઔદ્યોગિક સંકુલમાં ઊંચો હોદ્દો ધરાવે છે. ઔદ્યોગિક નગરનું હિત તેમને હૈયે છે. કમલેશ જાગીરદાર વ્યગ્રતાથી આંટા મારતા દેખાય છે. કૈલાસ વસાવડા તથા કાંતિલાલ દેસાઈ કંઈક નિર્ધાર કરીને સોફા પર બેઠા છે. વાતાવરણમાં એક જબરજસ્ત વ્યગ્રતા વરતાઈ રહી છે. થોડી ક્ષણો પછી કમલેશ અને કૈલાસ બન્ને મિ. દેસાઈ તરફ અર્થસૂચક નજરે જુએ છે. મિ. દેસાઈ ભારે હૈયે ઊભા થાય છે. હેટ-સ્ટૅન્ડ પરથી પોતાનો કોટ ઉતારી પહેરે છે. બન્ને મિત્રો તરફ એક નજર ફેંકીને મિ. દેસાઈ ઝરૂખાનો દાદર ઊતરી ગલીમાં ચાલ્યા જાય છે.) {{ps |કમલેશઃ| એમ ત્યારે! આખરે મિ. દેસાઈ આ બાબતને પોલીસ ઇન્સ્પેક્ટર સુધી લઈ જ ગયા, એમ જ ને? {{ps |કૈલાસ:| પણ એમાં ખોટું શું છે? જો કોઈ એક વ્યક્તિથી સમાજનું વાતાવરણ બગડતું હોય તો તેને દૂર કરવી એ આપણી ફરજ છે. અને મિ. દેસાઈને એનો પૂરેપૂરો હક છે, કારણ કે એ તેના પોતાના જ હાથ નીચે નોકરી કરે છે. {{ps |કમલેશઃ| મિ. દેસાઈના હાથ નીચે ભલે હોય, પણ તે ઑફિસમાં – ઘરમાં નહીં. {{ps |કૈલાસ:| …પણ તેણે આપણી જ બિલ્ડિંગમાં બાજુનો ફ્લૅટ ભાડે રાખ્યો છે, જેમાં તેના ફાધર-ઇન-લૉ અર્થાત્ તેના સસરા રહે છે. એ દૃષ્ટિએ, એ આપણા પડોશી પણ છે. {{ps |કમલેશઃ| કોઈ ક્યાં રહે છે તેની સાથે આપણને શી નિસ્બત? વ્યક્તિ તરીકે તેને જ્યાં રહેવું હોય, કોઈને ત્યાં રાખવું હોય – એ સ્વતંત્ર છે – એની એને છૂટ છે. મને સમજ નથી પડતી શા માટે તેની નોંધ લીધા કરીએ છીએ? {{ps |કૈલાસ:| બટ ડૂ યૂ નોટ ફાઇન્ડ ઇટ સ્ટ્રેઇન્જ? એ ઑફિસે સમયસર આવે છે. બોલ્યાચાલ્યા વગર કામ કરે છે. રિસેસમાં કૅન્ટીનને છેલ્લે બાંકડે બેસી માત્ર સિગરેટ ફૂંક્યા કરે છે. સમયસર ઘેર જાય છે. એને ઘેર પણ ક્યારે એવું કોઈ સગુંવહાલું, આડોશી-પાડોશી, મિત્ર કે મહેમાન આવ્યું હોય એવું દેખાતું નથી. અરે, એ પોતે નથી શહેરમાં દેખાતો, નથી ઘરમાં, ન બોલવું, ન ચાલવું, ન કોઈ વાતચીત, ન કોઈ ઉલ્લાસ-ઉમંગ… કાયમ જુઓ તો એક અજબ ઉદાસીન દયામણો ચહેરો, શરીર પર એ કાળો સૂટ. વધી ગયેલાં વાળ, દાઢી અને… અને… કેવો વિચિત્ર માણસ? કાળા સૂટ સાથે રૂમાલ પણ કાળો? કોણ જાણે કયાં કાળાં કરતૂતોનું પ્રાયશ્ચિત્ત કરતો હશે…? {{ps |કમલેશઃ| પણ આ બધી તેની વ્યક્તિગત બાબતો છે. આ બધું કરવા માટે તે સ્વતંત્ર છે. એનો અર્થ એ નથી કે… {{ps |કૈલાસ:| ઓહ, પણ આવું તો કેમ ચાલે?… તને ખબર છે? એ રોજ દિવસમાં બે વાર – બાજુના ફ્લૅટમાં રહેતા તેના ઘરડા અપંગ સસરાના ખબર-અંતર પૂછવા આવે છે – અચૂક આવે છે. {{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું? {{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી… {{ps |કમલેશઃ| ન પણ લાવે… {{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે? {{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો… {{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન… {{ps |કમલેશઃ| શું કહ્યું, એ ભણેલો છે? {{ps |કૈલાસ:| હા, એનું નામ છે જગન્નાથ શાસ્ત્રી, એમ.એ., એલએલ.બી. હવે તું જ કહે. કાળા સૂટ પહેરેલા એક વૃદ્ધ જઈફ આદમીને તું કચરાપેટી ફંફોસતો જુએ અને એ જો આપણા મિ. દેસાઈના એકાઉન્ટન્ટનો સસરો હોય… તો આ બધું તને વિચિત્ર નથી લાગતું? {{ps |કમલેશઃ| હા. હવે લાગે છે… પણ એનો અર્થ એ કે કોઈ એવી એક અદૃશ્ય દીવાલ છે જેને લીધે બાપ-દીકરી એકબીજાંને મળી નથી શકતાં… (મિ. દેસાઈ ધીમે પગલે પ્રવેશે છે. આ દીવાનખંડ એમના જ ફ્લૅટનો એક ભાગ છે.) કાં તો દીકરી પોતાના પિતાને મળવા નીચે નથી ઊતરી શકતી, કાં તો તેનો પિતા દીકરીને મળવા ઉપર નથી જઈ શકતો. {{ps |મિ. દેસાઈઃ| ધેર યૂ આર! ઇન્સ્પેક્ટરના મનમાં પણ મેં આજ ઠસાવ્યું. {{ps |કૈલાસ:| ઓહ, આવી ગયા મિ. દેસાઈ? શું કહ્યું ઇન્સ્પેક્ટર? {{ps |મિ. દેસાઈઃ| અરે ત્યાં પહોંચતાં પહેલાં મને એક બીજા રહસ્યમય સમાચાર મળ્યા. {{ps |કૈલાસ:| શું? {{ps |મિ. દેસાઈઃ| રસ્તામાં જ મારી ઑફિસનો પટાવાળો સખારામ મળ્યો. એ કહેતો હતો કે મિ. ત્રિલોક મજમુદાર જ્યારે ઘરની બહાર નીકળે છે, ખાસ કરીને જ્યારે ઑફિસે આવે છે, ત્યારે ઘેર તાળું મારીને જ આવે છે. {{ps |કૈલાસ:| એનો અર્થ એ કે તે પોતાની પત્નીને ચોવીસ કલાક એક ઓરડીમાં પૂરી રાખે છે, ગોંધી રાખે છે, એમ ને? {{ps |મિ. દેસાઈઃ| યસ! અને આમ કોઈ પણ સ્ત્રીને ચોવીસ કલાક ઘરમાં પૂરી રાખવી એ ગુનો છે, અપરાધ છે, અત્યાચાર છે. શું શું વીતતું હશે એ સ્ત્રી પર? ત્રણ ત્રણ મહિનાથી જેણે ઘરની બહાર પગ નથી મૂક્યો, સાજી-નરવી હોવા છતાં! નહીં નહીં. આ ચાલી જ ન શકે. આ અત્યાચાર આપણે કોઈ પણ રીતે અટકાવવો જ જઈએ. {{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, કદાચ એવું પણ હોય, કે તેની પત્ની જવા માટે કકળતી હોય, રોતી હોય, બહારની સૃષ્ટિ નીરખવા માટે ટળવળતી હોય, અને તેના જવાબમાં એના પતિ ત્રિલોક તરફથી ઉપેક્ષાભર્યા શબ્દો વરસતા હોય, ગાળોનો વરસાદ વરસતો હોય, ક્યારેક ક્યારેક ઢોરમાર, તમાચા, લપડાક… {{ps |કમલેશઃ| (ખૂબ આવેશમાં આવી જઈ… સ્ટૉપ ઇટ! (શાંતિ) પ્લીઝ ડૉન્ટ સ્પીક એ વર્ડ મોર અધરવાઇઝ આઈ વિલ… (તંગ શાંતિ) ઓહ! એને જે કંઈ થતું હોય તે સાથે તમારે શો સંબંધ છે? એઓ જે છે, જેવા છે, જેવી રીતે છે, સુખી છે. જવાબ આપો એ લોકો ક્યારે પોતાની સ્થિતિ વિશે તમને ફરિયાદ કરવા આવ્યા છે? ઢોરમાર ખાતી એની પત્નીની ક્યારેય તમે ચીસ સાંભળી છે? ખોડંગાતા ડોસાએ કચરાપેટીમાંથી માથું ઊંચકી ક્યારેય તમારી પાસે ભીખ માગી છે?… (શાંતિ) તો પછી શા માટે? શા માટે તમે એ લોકોની પાછળ પડ્યા છો? એકમેકની તૂટેલી ડાળીઓને સહારે આખીય જિન્દગી માટે એમણે ભ્રમની એક ઇમારત ચણી છે. શો હક છે તમને એ ઇમારત જમીનદોસ્ત કરી નાંખવાનો? {{ps |કૈલાસ:| કમલેશ. ડૉન્ટ ગેટ ઍક્સાઇટેડ. એમની ઇમારત ભલે ભ્રમની હોય, પણ એ કેમ ભૂલી જાય છે કે દરેક ઇમારતના પાયામાં હોય છે સત્ય. અસત્યના પાયા પર કોઈ પણ ઇમારત ટકી શકે જ નહીં. {{ps |મિ. દેસાઈઃ| ડેફિનેટલી. આખરે આવી વિચિત્ર વાતોમાં સાચું શું છે એ જાણવાનું કુતૂહલ કોને ન થાય? એક પછી એક હકીકત તપાસતાં જઈશું એટલે અંતે સત્ય જરૂર મળશે. {{ps |કમલેશઃ| સત્ય? શોધવાથી મળશે? હા… હા… હા… હા… હા… (હસે છે.) અરે મુરબ્બી, સત્ય તો નિરપેક્ષ છે. એ કદી શોધવાથી ન મળે. એ સ્વતંત્ર છે. એને મળવું હોય તો જ મળે. એની ઇચ્છા હોય તો પ્રાપ્ત થાય… સત્ય શોધતાં તમે જ્યારે હારી જાઓ, થાકી જાઓ, ત્યારે એ જ સત્ય તમારી બાજુમાં એવા તો સ્વાંગમાં આવી ચડે કે તમે એને ઓળખી જ ન શકો. અને જો ક્યારેક ઓળખી લો તો પણ એના દેખાવમાત્રથી જ ભય પામીને છળી મરો. {{ps |કૈલાસ:| આ વાત માનવાને હું તૈયાર નથી. સત્યમ્ એવ જયતે. કોઈ પણ પ્રસંગની એક કડી પકડીને જો તપાસ ચાલુ રાખો તો એ ઘટનામાં તમને સત્ય શું છે એ જરૂર મળશે. {{ps |મિ. દેસાઈઃ| અને એટલે જ તો મેં ત્રિલોક મજમુદારને આજે અહીં મારે ઘેર બોલાવ્યા છે. કામદારોના બૉનસ અંગેની રકમ પણ નક્કી કરવાની છે અને એ બહાને હું એની સાથે આ વિચિત્રતાઓની સ્પષ્ટતા પણ કરી લઈશ. {{ps |કૈલાસ:| પણ ત્રિલોક, આ બધી સ્પષ્ટતાઓ કરશે ખરો? એ ખૂબ ધૂની, અતડો અને… વિચિત્ર માણસ છે એ કેમ ભૂલી જાઓ છો? હા, એક રસ્તો છે. એને મળતાં પહેલાં ડોસાને – એના સસરાને મળી લઈએ તો? {{ps |મિ. દેસાઈઃ| કેમ? હજુ પણ અપમાનો સહન કરવાં છે? ગઈ કાલે જ હું એને મળવા ગયો હતો. ત્રણ ત્રણ વાર કૉલબૅલ વગાડી પણ અંદરથી કોઈ જવાબ જ નહીં ને? ચોથી વાર વગાડી ત્યારે બારણું ખૂલ્યું. પણ આશ્ચર્ય તો એ છે કે ડોસાની જગ્યાએ ત્યાં ત્રિલોક ઊભો હતો, અને પૂછ્યું, ‘કોનું કામ છે?’ મેં કહ્યું, ‘જગન્નાથ શાસ્ત્રીનું.’ આ નામ સાંભળતાં જ તેના મોઢા પર ખુન્નસ ઊભરાવા લાગ્યું, અને ‘માફ કરજો એ કોઈને મળતા નથી.’ એમ કહી ફટ કરતું બારણું બંધ કરી દીધું. વૉટ એ સ્ટ્રેઇન્જ પર્સન? {{ps |કમલેશઃ| કેટલા વાગ્યા? {{ps |મિ. દેસાઈઃ| (ઘડિયાળ જોતાં) ઓહ, ડોસાનો પાછા ફરવાનો સમય તો થઈ જ ગયેલો છે. આવતો જ હશે, લેટ મી સી… (બારણામાંથી બહાર જઈ ગલીમાં નજર કરે છે) અરે! (લગભગ બૂમ પાડી ઊઠતાં) જુઓ, જુઓ! એ ત્યાં જ છે!… ત્યાં!… કચરાપેટી આગળ… (કૈલાસ પણ ઉતાવળે પગલે બહાર જાય છે.) {{ps |કૈલાસ:| (વિસ્ફારિત નયને) અરે! પણ એ તો આ તરફ આવતો લાગે છે. (બન્ને અધિકારીઓ ઝરૂખાના ખૂણામાં સંતાવાનો પ્રયત્ન કરે… દૂરથી ડોસો હાથમાં કૅક્ટસના છોડનું નાનું કૂંડું લઈને આવતો દેખાય છે. ગલીના અંધકારમાં વારે વારે પાછળ જોતો – જાણે કોઈનાથી ગભરાતો હોય તેમ – જગન્નાથ શાસ્ત્રી હાથમાં કૅક્ટસના છોડનું કૂંડું લઈને ખોડંગાતી ચાલે પ્રવેશે છે. તેણે પણ કાળો, મેલો, ચૂંથાયેલો, ઢીલો સૂટ પહેર્યો છે. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજા હાથમાં કૂંડું હોવાથી મહામહેનતે તે પગથિયાં ચઢી ઝરૂખામાં આવે છે. કૂંડાને કઠેરાની બરાબર વચ્ચે – કલાત્મક રીતે ગોઠવે છે… દરમ્યાન મિ. દેસાઈ અને કૈલાસ કોઈક રીતે તેનું ધ્યાન ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.) {{ps |જગન્નાથઃ | (એકાએક નજર પડતાં) વેલ જેન્ટલમૅન! ડૂ યૂ નૉ? કૅક્ટસને ક્યારેય ફૂલ આવે ખરાં? (સ્તબ્ધતા) કૅક્ટસ નથી સમજતા? થોર… થોર… ગોળ કાંટાળો થોર… એના પર ક્યારેય ફૂલ આવે? (કૈલાસ વસાવડા માથું હલાવી ના કહે છે.) (દુઃખી હૃદયે) શું? ન આવે? ઓહ! કૅક્ટસને ફૂલ જ ન આવે… કૅક્ટસને ફૂલ જ ન આવે… ફૂલ જ નહીં.. કૅક્ટસને… કૅક્ટસ… કેટલો સુંદર… એને ફૂલ જ નહીં… બિલકુલ ફૂલ જ નહીં… કૅક્ટસ… ફૂલ જ નહીં… ન આવે… કૅક્ટસ… (અસ્પષ્ટ ગણગણતો તેના ફ્લૅટ તરફ ચાલવા માંડે છે.) {{ps |મિ. દેસાઈઃ| અરે મિ. શાસ્ત્રી!… જગન્નાથભાઈ હં!… અરે જગન્નાથ શાસ્ત્રી! (મિ. દેસાઈની બૂમોની જગન્નાથ પર કંઈ અસર નથી. તે તેના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. મિ. દેસાઈ અને કૈલાસ દીવાનખંડમાં પ્રવેશે છે.) {{ps |કમલેશઃ| કોણ હતું? {{ps |મિ. દેસાઈઃ| જગન્નાથ શાસ્ત્રી! {{ps |કૈલાસ:| અજબ માણસ છે… {{ps |કમલેશઃ| કેમ? {{ps |મિ. દેસાઈઃ| એ આખા કુટુંબના લોકો ખૂબ ક્રૂર અને ઘાતકી લાગે છે, ખરા છે? કોઈને જવાબ આપવાનું સૌજન્ય પણ નથી દાખવી શકતા. કેવા જંગલી?… (જગન્નાથ શાસ્ત્રી એકાએક પ્રવેશ કરે છે.) {{ps |જગન્નાથઃ | (બારણામાંથી ડોકિયું કરી) ઍસ્ક્યુઝ મી જેન્ટલમૅન!… કૅક્ટસને ફૂલ આવે… મને હમણાં જ યાદ આવ્યું. હજી ગઈ કાલે જ મેં વનસ્પતિશાસ્ત્રના પુસ્તકમાં વાંચ્યું હતું કે જો કૅક્ટસના છોડને નિયમિત રીતે પાણી સીંચવામાં આવે, જો તેને નિયમિત સૂર્યનો પ્રકાશ મળતો રહે, અને જો તેની આજુબાજુ કોઈ નકામા છોડવા ઊગી ન નીકળે, તેની કાળજી લેવામાં આવે, તો કૅક્ટસને ફૂલ આવે! જરૂર આવે!… (ત્રણેય જણા સ્તબ્ધ બની કોઈ વિચિત્ર પ્રાણીને જોતા હોય તેમ જોઈ રહે છે.) તમે બધા? (અકળાઈને) તમે બધા આમ સ્તબ્ધ બની મારી સામે કેમ જોયા કરો છો? (કંઈક સમજતાં) પણ તમને આ બધું વિચિત્ર લાગતું હશે નહીં? (નિઃશ્વાસ સાથે) બટ એની વે. બાગબાનીનો મને ખૂબ શોખ છે. તમને ખબર નહીં હોય સાહેબ, પણ આ શોખ અમારા કુટુંબમાં વંશપરંપરાગત ચાલ્યો આવે છે. મારા પિતાને બાગબાનીનો જબરો શોખ હતો, મને પણ ખૂબ શોખ છે, અને મારી દીકરીને પણ… (એના ચહેરા પર કરુણા અને ભય ઊપસી આવે છે.) નો! નો! એને આ શોખ નથી… એને કોઈ જ શોખ નથી. બટ એની હાઉ. શી ઇઝ હેપ્પી! એ સુખી છે. ખૂબ સુખી છે. સુખી છે… {{ps |કૈલાસ:| મુરબ્બી. મુરબ્બી, તમારી તબિયત તો બરાબર છે ને? (મિ. દેસાઈ અને કૈલાસ ડોસાને મહામહેનતે તેમની વચ્ચે મૂકેલી વિક્ટોરિયા ચેર પર બેસાડે છે.) {{ps |જગન્નાથઃ | ઓહ! યસ! ક્વાઇટ ઓકે. બિલકુલ બરાબર છે. સાઠ વર્ષની ઉંમરે આથી વધુ સારી તબિયત તે કેવી હોય?… અરે! પણ આ બધું તમને વિચિત્ર લાગતું હશે, નહીં? {{ps |મિ. દેસાઈઃ| હા. ઘણું જ વિચિત્ર. આ બધું એટલે… {{ps |જગન્નાથઃ | હા… હા… એટલે કે હું, મારી દીકરી આશા, એનો પતિ ત્રિલોક. અમે બધાં કાળાં કપડાં પહેરીએ છીએ. ખૂબ અતડાં રહીએ છીએ. કોઈક વાર આકસ્મિક રીતે હું ખૂબ બોલી પડું છું. ક્યારેક કોઈની સાથે બિલકુલ બોલતો નથી, વગેરે વગેરે. ખરું ને? {{ps |કૈલાસ:| હા. {{ps |જગન્નાથઃ | તેનું કારણ તો એવું છે ને કે… અમે ખૂબ ઊંડાણના ગામડામાંથી આવીએ છીએ. આવાં ઔદ્યોગિક શહેરોનો અમને પરિચય નથી. જુઓ ને? ખૂબ નાના ગામડામાંથી આવીએ એટલે કોઈ પણ શહેરી માણસ સાથે વાત કરતાં સ્વાભાવિક ક્ષોભ તો થાય જ! તેમાંય હું?… આઈ એમ એ મૅન વિથ ગ્રે હેર! જૂના જમાનાના માણસ! કોઈની સાથે શું વાત કરું?… અને આમ પણ આ એકધારી રફતારથી કપાતી જિન્દગીમાં નિરાંતે વાતો કરવાનો સમય પણ ક્યાં છે કોઈની પાસે? {{ps |કૈલાસ:| એ તો બધું ઠીક. આમ તો અતડા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે-વળગે? પણ… પણ… તમારી ત્રણેયની આંખોમાં જ કાંઈક એવું છે જે અમને રોજિન્દી જિન્દગીમાં પણ ખૂંચ્યા કરે છે. આખરે એવી કઈ વાત છે કે જે બીજા કરતાં તમને જુદા પાડે છે? એવું તો શું છે તમારાં વિચારો, વાણી અને વર્તનમાં જે ઘણી વાર અમને વ્યગ્ર બનાવી મૂકે છે? ઓહ, હું સમજી નથી શકતો… તમે ત્રણેય આટલાં ગમગીન કેમ દેખાઓ છો?… આખરે શું દુઃખ છે તમને? {{ps |જગન્નાથઃ | દુઃખ? હા… હા… હા… હા… હા… (સુખનું એક બનાવટી અટ્ટહાસ્ય અંતે ધ્રુસ્કામાં પરિણમે છે.)… હા… દુઃખ?… તમે ક્યારેય કોયના નગરનું નામ સાંભળ્યું છે? {{ps |મિ. દેસાઈઃ| કોયના? જ્યાં ધરતીકંપ થયો હતો તે? {{ps |કૈલાસ:| જેનાં તમામ ઘરબાર જમીનદોસ્ત થયાં અને માલમિલકતની બરબાદી થઈ તે? {{ps |કમલેશઃ| જ્યાં માનવી લાખ્ખોની સંખ્યામાં મૃત્યુ પામ્યાં તે? {{ps |જગન્નાથઃ | હા! ધરતી પરથી જેનું નામોનિશાન મટી ગયું તે કોયના! જ્યાં ચારેબાજુ રખડતાં પણ એકને આધારે ઊભો રહેલો બીજો પથ્થર ન જડે એ કોયના!… નિઃશબ્દ નિષ્પ્રાણ! નિરાધાર!… મારું તો ગામ જ નહીં. મારી ઇજ્જત હતી, મારું નામ હતું, મારું સર્વસ્વ હતું. મારી દીકરી આશા, મા વગરની દીકરી આશા. જ્યાં ભણીગણી ઊછરી મોટી થઈ… પણ આ ધરતીકંપે મારી જીવનની ઇમારતને ખખડાવી મૂકી. મારાં સગાં-વહાલાં, સ્નેહી, સંબંધી તમામ આ ધરતીકંપમાં ગારદ થઈ ગયાં. રહી ગયાં માત્ર અમે ત્રણ!… આયુષ્યની ઘંટીના શેષ પથ્થરો પગમાં બાંધી દુનિયામાં ગોળગોળ ફરવા માટે! (એકાએક બદલાઈ જઈ) નાઉ ટેલ મી! અમારાં હૈયાં જ્યારે દુઃખથી રડતાં હોય ત્યારે કયા આનંદથી અમે વાતો કરીએ? હવે તમે જ કહો, અને હસીએ તો પણ કેવી રીતે? રડીએ તો પણ કેવી રીતે? {{ps |કૈલાસ:| વી આર સૉરી. અમે દિલગીર છીએ. {{ps |મિ. દેસાઈઃ| પણ એક વાત હજી અમારા મગજમાં ઘૂમરાયા કરે છે. (વિચારીને) તમે તમારી દીકરીને કેમ નથી મળતી શકતા? {{ps |જગન્નાથઃ | હેં? (ચમકીને)… નથી મળતી શકતો?… ના, ના. એવું તો કંઈ છે જ નહિ. {{ps |કૈલાસ:| (ઉશ્કેરાઈને) જૂઠું! તમે જૂઠું બોલો છો. ત્રણ ત્રણ મહિનાથી તમે તમારી દીકરીને નથી મળી શક્યા એ એક હકીકત છે. દીકરીની એક એક ચિઠ્ઠી માટે કચરાપેટીની ગૂંગળાવી નાખતી બદબૂમાં કલાકો સુધી રાહ જોઈ ઊભા રહેતા મેં તમને જોયા છે. {{ps |મિ. દેસાઈઃ| ઍન્ડ આઈ કેન સે ધેટ – આ બધાનું કારણ છે ત્રિલોક! તમારો જમાઈ! તમારો સન-ઇન-લૉ! એણે તમને તમારી દીકરી સાથે મળવાની મનાઈ કરી છે. તમને તમારી દીકરીના ઘરનાં પગથિયાં ચડવાની પણ મંજૂરી નથી. તમારે સમાજમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવી, એવું પણ એનું ફરમાન છે. એ ધારે છે, ચાહે છે તે જ તમારે કરવું પડે છે. તમે ત્રિલોકના ગુલામ છો! નોકર છો! પાળેલા પશુ છો! {{ps |જગન્નાથઃ | હા, હા, છું. પાળેલો પશુ છું. પણ એ મારો માલિક નથી. જ્યારથી આ ધરતીકંપમાં ઘરનો મોભ તૂટીને મારા પગ પર પડ્યો, હું અપંગ છું. મજબૂર છું. પશુ કરતાંય બદતર છું… પણ ત્રિલોક? હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… મારી કેટલી કાળજી રાખે છે?… અને… અને… એણે મને મારી દીકરીને મળવાની ના નથી કહી… યૂ સી… હું જ એને નથી મળતો. આ તૂટેલો પગ લઈને કયે મોઢે એની પાસે જાઉં?… અને… તે કરતાંય આવા પગ સાથે બે દાદર કેવી રીતે ચડી શકું? ઇટ્સ ઇમ્પૉસિબલ… બને જ નહીં… ત્રિલોક? (ભયથી ધ્રૂજી ઊઠતાં) ત્રિલોક માટે મારે કોઈ ફરિયાદ નથી. સાહેબ, (ઊઠતાં) એ ખૂબ આજ્ઞાંકિત છોકરો છે. મારે કોઈ ફરિયાદ નથી, સાહેબ… મારી ખૂબ કાળજી રાખે છે… હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… કોઈ ફરિયાદ… ખૂબ કાળજી… આજ્ઞાંકિત… (છેલ્લાં વાક્યો ગણગણતો. ડોકું ધુણાવતો, ખોડંગાતો દીવાનખંડની બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. વૉકિંગ સ્ટિક દીવાનખંડમાં જ પડી રહી છે… ત્રિલોક મજમુદાર હાથમાં ઑફિસ ફાઇલ લઈ ધીમે પગલે ગલીમાં પ્રવેશે છે.) {{ps |કૈલાસ:| કેટલું દર્દનાક?… દયાજનક? {{ps |કમલેશઃ| જીવનયાત્રાના આરંભમાં જ આંધી આવતાં તેમનાં જીવન કેવાં વેરવિખેર થઈ જાય છે?… (ત્રિલોક દીવાનખંડના દ્વારમાં પ્રવેશે છે.) {{ps |ત્રિલોકઃ| મે આઈ કમ ઇન, સર? {{ps |મિ. દેસાઈઃ| ઓહ, કોણ ત્રિલોક? {{ps |કૈલાસ:| (ચોંકતાં) ત્રિલોક? {{ps |કમલેશઃ| ત્રિલોક? (તંગ શાંતિ પથરાય છે. ત્રણેયની આંખો એક વિચિત્ર પ્રાણીની હિલચાલ નોંધી રહેલી દેખાય છે.) {{ps |મિ. દેસાઈઃ| (સભાન થતાં)… યસ…યસ… કમ ઇન… અરે! આવ, આવ, અંદર આવ… {{ps |ત્રિલોકઃ| (અંદર આવતાં) ઍસ્ક્યુઝ મી સર! પણ મને પહેલાં કહો કે પેલો ડોસો શા માટે અહીં આવ્યો હતો? {{ps |મિ. દેસાઈઃ| કોણ? જગન્નાથ શાસ્ત્રી? અરે… અમસ્તા જ! અરે ભાઈ, અમારા તો પાડોશી થાય ને? એકલતાથી કંટાળી ગયા એટલે અહીં આવ્યા… બટ વ્હાય ડૂ યૂ ગેટ ઍક્સાઇટેડ? {{ps |ત્રિલોકઃ| (સ્વગત) એને ક્યાંય જવાની મેં ના કહી છે તો પણ?… (પ્રકટ) ઓહ! પણ શું કહી ગયો એ? {{ps |મિ. દેસાઈઃ| શું કહી ગયા એટલે?… વાતો… ઘરગથ્થુ સામાન્ય વાતો… {{ps |ત્રિલોકઃ| ઓફ ઓહ! પણ એ વાતચીત કરી જ કેવી રીતે શકે? {{ps |મિ. દેસાઈઃ| કરે, તારાં વખાણ કરતાં એમનું મોં ભરાઈ આવતું હતું. અને હવે તો એમના વેરાન જીવનમાં મીઠી વીરડી જેવો તું જ છે ને? {{ps |ત્રિલોકઃ| ઓહ, ફરીથી એની એ જ વાત… કંઈ જ ફેર નહીં… સેઇમ… સેઇમ… રિપીટેડ ટૉક… પણ તમે બધાએ એની વાતો સત્ય માની જ શા માટે? {{ps |મિ. દેસાઈઃ| મતલબ? {{ps |ત્રિલોકઃ| મતલબ કે એ વાતો ખોટી છે, જુઠ્ઠી છે, તરકટી છે. {{ps |મિ. દેસાઈઃ| એટલે? {{ps |ત્રિલોકઃ| હી હેઝ લોસ્ટ ધ બૅલેન્સ ઑફ માઇન્ડ. એ માનસિક રીતે અસ્થિર છે, ગાંડો છે. {{ps |મિ. દેસાઈઃ| ગાંડો? {{ps |કૈલાસ:| જગન્નાથ શાસ્ત્રી, એન ઍજ્યુકેટેડ મૅન. મેડ? {{ps |કમલેશઃ| હમણાં તો હૈયું ભરાઈ આવે એવી વાત કરી ગયા એ વૃદ્ધ જઈફ ડોસા માનસિક રીતે અસ્થિર? {{ps |ત્રિલોકઃ| હા. એણે તમને કહ્યું ને કે એને બાગબાનીનો ખૂબ શોખ છે? {{ps |કૈલાસ:| હા. {{ps |ત્રિલોકઃ| એણે તમને એમ પણ કહ્યું કે એનાં બધાં સગાંવહાલાં ધરતીકંપમાં મૃત્યુ પામ્યાં? {{ps |કમલેશઃ| રાઇટ. {{ps |ત્રિલોકઃ| એની સાથે સાથે એણે એમ પણ કહ્યું કે એનો પગ ધરતીકંપમાં તૂટી ગયો એટલે એનાથી બે દાદર ચડી નથી શકાતાં. એને વધુ તો તે તેની દીકરીને આનો આઘાત પહોંચાડવા નથી ઇચ્છતો તેથી પોતાની દીકરીને નથી મળતો, રાઇટ? {{ps |મિ. દેસાઈઃ| ઓહ યસ! બરાબર આ જ શબ્દો હતા. {{ps |ત્રિલોકઃ| પણ સાચું તો એ છે વડીલ કે મેં એને એની દીકરીને મળવાની ના કહી છે. {{ps |કમલેશઃ| વૉટ? ના કહી છે? {{ps |મિ. દેસાઈઃ| બટ વ્હાય? કયા અધિકારે? આખરે તું કોણ થાય છે આ બાપદીકરીના સંબંધમાં વચ્ચે આવનારો? {{ps |કૈલાસ:| વૉટ ડૂ યૂ મીન ટૂ સે? રીતનું શોષણ અમે હરગિજ ચલાવી નહીં લઈએ. (એક ઉગ્ર શાંતિ છવાય છે, ત્રિલોકની નજર એક પછી એક ત્રણેય પર પરિમાણવાચક સૂરમાં ફરી વળે છે.) {{ps |ત્રિલોકઃ| લેટ મી ક્લેરિફાય વન થિંગ, જેન્ટલમૅન! જેને એ મળવા માગે છે, જેને એ પોતાની દીકરી માને છે, એ ખરેખર એની દીકરી નથી. {{ps |મિ. દેસાઈઃ| એટલે તું શું એમ કહેવા માગે છે કે તારી સાથે રહે છે તે અર્થાત્ તારી હાલની પત્ની, આ ડોસાની પુત્રી નથી? {{ps |ત્રિલોકઃ| ડેફિનેટલી નોટ! {{ps |કૈલાસ:| એટલે કે તું એનો જમાઈ નથી. તો પછી તારે ને ડોસાને શો સંબંધ! {{ps |ત્રિલોકઃ| (એકાએક) સંબંધ?… (નિઃશ્વાસ સાથે) ઘણો ઘણો સાહેબ, એક સમય એવો પણ હતો કે જ્યારે હું ખરા અર્થમાં તેનો જમાઈ, તેનો સન-ઇન-લૉ, તેનો દીકરો હતો. એની દીકરીને હું નાનપણથી ચાહતો હતો… તે વખતે ડોસા પાસે ખૂબ દોલત હતી. વાડી-વજીફા, ગાડી-બંગલા, નોકરો-ચાકર બધું જ હતું. સંતાનમાં તેની આ એકની એક દીકરી હતી. હું પણ એની નજરમાં બેસી ગયો હતો. એમને જ પૈસે ભણ્યો-ગણ્યો અને એમની જ પુત્રી સાથે મારાં લગ્ન થયાં… કેવા સુખના દિવસો હતા એ!… એ તળાવનો શાંત કિનારો… કિનારા પર પથરાયેલું કૂણું કૂણું ઘાસ… આયુષ્યનું ઉપવન… તૃપ્તિની કોયલ… ઉલ્લાસમય… (બે ક્ષણ અટકીને)… દિવસો ગયા… મહિનાઓ ગયા… વર્ષો ગયાં… સૈકાઓ ગયા… યુગો પસાર થઈ ગયા… (પોઝ)… (અચાનક તંગ અને ખુન્નસભર્યા સ્વરે) ના! યુગો નહીં, વર્ષો નહીં, મહિના! હા માત્ર પાંચ મહિના… (વાક્યના અંતે લગભગ તૂટી પડતાં) પાંચ જ મહિનાના સહવાસ પછી ફૂલપરી જેવી મારી પત્નીએ, આ ડોસાની પુત્રીએ એકાએક વિદાય લીધી. અને મને એકલો મૂકતી ગઈ, આયખાનાં વધેલાં વર્ષોનો ભાર વેંઢારવા માટે… {{ps |કમલેશઃ| એટલે અત્યારે જે તારી સાથે છે તે તારી બીજી પત્ની છે? {{ps |ત્રિલોકઃ| (ચોંકી ઊઠતાં) એવું ન બોલો સાહેબ!… (કળવકળ નજર કરતાં) ક્યાંક ડોસાએ સાંભળી લીધું તો?… {{ps |કમલેશઃ| તો શું? {{ps |ત્રિલોકઃ| તો… તો મારી આટલાં વર્ષોની મહેનત વ્યર્થ જશે, સાહેબ. ડોસાને આ વાતની ખબર નથી… તમને કેમ સમજાવું? પોતાની દીકરી માંદી છે, હૉસ્પિટલમાં છે, એટલા સમાચારથી તો તેઓ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠા છે. હવે ભૂલેચૂકેય એમને ખબર પડી કે તેમની દીકરી… ઓહ!… નો! નો!… (ધ્રુસકું)… (બે ક્ષણ ઘેરું મૌન છવાય છે.) (સ્વસ્થ થઈ મિ. દેસાઈને) અરે! આ એકાઉન્ટ્સ તો રહી જ ગયાં… માફ કરજો સાહેબ! હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છું… થોડી વારમાં સ્વસ્થ થઈને આવું. પાંચ મિનિટમાં જ… હમણાં, આવું… (આસું લૂછતો, અસ્વસ્થ ચાલે બારણામાંથી બહાર નીકળી ગલીમાં વિલીન થઈ જાય છે… અચાનક જગન્નાથ શાસ્ત્રી દીવાનખંડમાં પ્રવેશે છે.) {{ps |જગન્નાથઃ | (કંઈક શોધતાં) માફ કરજો, સાહેબ! મારી વૉકિંગ સ્ટિક… આટલામાં જ ક્યાંક રહી ગઈ છે? {{ps |કમલેશઃ| (નજર પડતાં) હા, હા, આ રહી તે… (આપે છે.) {{ps |જગન્નાથઃ | (સ્ટિક હાથમાં લેતાં) થૅન્ક યૂ! તસ્દી માફ કરજો, હો. અપંગ માણસ છું એટલે આના ટેકા વિના ચાલવું… અશક્ય!… ભલે, હું રજા લઉં… આવજો… (બારણા સુધી પહોંચે છે.) (અચાનક અટકીને) એક વાત પૂછું દેસાઈસાહેબ? {{ps |મિ. દેસાઈઃ| પૂછો. {{ps |જગન્નાથઃ | હમણાં… ત્રિલોક આવ્યો હતો ને? {{ps |મિ. દેસાઈઃ| હા, (ચમકતાં) પણ તમને કેવી રીતે ખબર? {{ps |જગન્નાથઃ | ખબર?… અરે હમણાં જ મેં એને આવતો જોયો હતો… પણ એ કંઈ એલફેલ બોલી તો નથી ગયો ને? {{ps |કૈલાસ:| એલફેલ એટલે? {{ps |જગન્નાથઃ | એટલે… એટલે… કંઈક ગમે તેવું… ખૂબ ગુસ્સામાં બોલી જવાય એવું… કંઈક ખરાબ શબ્દો… અપશબ્દો… (દુઃખી થઈ) એનાથી ઘણી વાર બોલી જવાય છે. આવેશમાં આવી, તે આવું કંઈક બોલી ગયો હોય તો તમે તે ધ્યાનમાં ન લેતા. હું એના વતી તમારા બધાની માફી માગું છું… આઈ એમ સૉરી… રિયલી સૉરી… {{ps |મિ. દેસાઈઃ| અરે પણ જગન્નાથભાઈ, એ એવું કંઈ બોલ્યો જ નથી. {{ps |જગન્નાથઃ | હશે… પણ એનાથી ઘણી વાર બોલી જવાય છે… (પગ ઉપાડતાં) ખાસ કરીને એની પત્નીના–મારી પુત્રીના મૃત્યુ પછી… {{ps |મિ. દેસાઈઃ| વૉટ? {{ps |કમલેશઃ| તો… {{ps |કૈલાસ:| (અસાધારણ ઉત્તેજનાથી) તો તમે જાણો છો કે તમારી પુત્રી મૃત્યુ પામી છે? {{ps |જગન્નાથઃ | એ જ જિંદગીની મજા છે ને? મારી દીકરી મૃત્યુ પામી નથી છતાં માનવું પડે છે કે મારી દીકરી મૃત્યુ પામી છે. {{ps |કૈલાસ:| પણ તમે જાણો છો કે અત્યારે ત્રિલોક જેની સાથે રહે છે તે ત્રિલોકની બીજી પત્ની છે? {{ps |જગન્નાથઃ | જાણું છું. પણ એ જ મારી દીકરી પણ છે. {{ps |મિ. દેસાઈઃ| બટ હાઉ કેન ઇટ બી પૉસિબલ? તમારી દીકરી એક વખતે ત્રિલોકની પત્ની હતી. તેનું અવસાન થયું. ત્યાર બાદ ત્રિલોકે બીજી યુવતી સાથે લગ્ન કર્યાં. એ તમારી દીકરી કેવી રીતે હોઈ શકે? {{ps |જગન્નાથઃ | નહીં… એટલે કે… {{ps |કૈલાસ:| અનટૉલરેબલ! તમારે અમને કહેવું જ પડશે, એ મારી પુત્રી છે કે ત્રિલોકની પત્ની છે? {{ps |જગન્નાથઃ | એ મારી પુત્રી પણ છે અને ત્રિલોકની પત્ની પણ છે. {{ps |કૈલાસ:| ઓફ ઓહ! પણ એ શક્ય જ નથી. ત્રિલોકના કહેવા પ્રમાણે… {{ps |જગન્નાથઃ | એ શક્ય નથી, સ્વીકાર્ય નથી, છતાં હકીકત છે, વાસ્તવિક છે… અને ત્રિલોક? અરે એને તો મેં મોટો કર્યો છે. હું તો એનો સ્વભાવ બરાબર ઓળખું ને? ખૂબ લાગણીશીલ છોકરો છે. વળી હૉસ્ટેલમાં એકલો રહી ભણ્યો-ગણ્યો એટલે એને જિંદગીને વહાલ કરવાનું ક્યારેય મળ્યું જ નહીં.

લગ્ન થતાં પહેલાં એણે મને કહ્યું હતું – મુરબ્બી, આશાને મારી અર્ધાંગના બનાવવાની મંજૂરી આપો. એનું આખું જીવન હું મારા અસ્તિત્વની સુવાસથી ભરી દઈશ. અને બન્યું પણ એવું જ… લગ્ન પછી આશાથી એક પળની જુદાઈ તેને મંજૂર ન હતી… (વાણી હવે ઘેરાશ અને દર્દ પકડતી જાય છે)… ઓહ! આમ ને આમ તે એક ગર્તામાં ધકેલાઈ ચાલ્યો. એક જ વ્યક્તિની પાછળ, તેની પત્નીની પાછળ તે પાગલ થવા માંડ્યો. એ જીવનમાં એક જ વ્યક્તિને જોતો – તેની પત્નીને! એક જ વ્યક્તિ સાથે વાત કરતો – તેની પત્ની સાથે!… તેનો સંસાર તેની પત્ની હતી, તેનો સમાજ તેની પત્ની હતી, તેનું માનસ તેની પત્ની હતી. અને… અને… એક દિવસ…

{{ps |કમલેશઃ| એક દિવસ?… શું?… {{ps |જગન્નાથઃ | એક દિવસ તે માંદી પડી. કદાચ તેની જિંદગીની પહેલી અને છેલ્લી માંદગી… તેની ગંભીર હાલતમાં ડૉક્ટરોએ તેને હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી… પણ ત્રિલોકને ગળે એ ઊતરતું ન હતું. તેનું રમકડું – તેની પ્રેરણા એક ક્ષણભર માટે પણ દૃષ્ટિથી બહાર જાય એ માટે તે તૈયાર ન હતો… છેવટે… બળજબરીથી અમે આશાને હૉસ્પિટલમાં તો ખસેડી, પણ આ પ્રસંગનો આઘાત ત્રિલોક જીરવી ન શક્યો અને… {{ps |કમલેશઃ| અને?… {{ps |જગન્નાથઃ | અને એ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠો! {{ps |મિ. દેસાઈઃ| (આઘાતથી)… એનો અર્થ એ કે ત્રિલોક… {{ps |જગન્નાથઃ | ત્રિલોક તો એમ જ માની બેઠો હતો કે તેની પત્ની તો મરી જ ગઈ છે. છ મહિનાની સારવાર પછી આશા જ્યારે પાછી ઘેર આવી ત્યારે ત્રિલોક એને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન હતો… આ બધામાં દયામણી સ્થિતિ તો મારી પોતાની હતી. આશાનું હવે શું? હવે એ રહે ક્યાં? કોની સાથે રહે? કેવી રીતે રહે?… (ક્ષણાર્ધ શાંતિ)… અને ખૂબ સમજાવટને અંતે મેં એને બીજાં લગ્ન કરવા માટે તૈયાર કર્યો. એક જ આશાથી કે એની ગુમાવેલી સમતુલા એને પાછી સાંપડે… એ જ મારી પુત્રીને મેં મારી એક મિત્રની દીકરી છે એવું ત્રિલોકના મનમાં ઠસાવી તેની સાથે એના વિવાહ કર્યા… પણ આશાનું આ કેવું દુર્ભાગ્ય? એ જ પિતા, એ જ પતિ, એ જ સમાજ, એ જ અગ્નિકુંડ, એ જ મંડપ… પણ… ફેરા જુદા… જુદા…! (છેલ્લું વાક્ય ગણગણતો, બારણા બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ પ્રયાણ કરે છે.) {{ps |મિ. દેસાઈઃ| માનવી પરિસ્થિતિનો, સંજોગોનો કેવો ગુલામ છે? {{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, તમને ડોસાની વાત વધુ સાચી હોય એવું નથી લાગતું? {{ps |મિ. દેસાઈઃ| એટલે? {{ps |કૈલાસ:| મને તો ત્રિલોકની વાત પર વિશ્વાસ બેસતો જ નથી. હી ઇઝ એ લાયર! એ જૂઠો છે. જગન્નાથ શાસ્ત્રીને એની પુત્રીને ન મળવા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયું લાગે છે. {{ps |મિ. દેસાઈઃ| બન્નેની વાતો સાંભળતાં મને ત્રિલોકની વાતો જ સાચી લાગે છે. {{ps |કૈલાસ:| સચ્ચાઈનો રણકો પારખવામાં તમે ભૂલ કરો છો, મિ. દેસાઈ? {{ps |મિ. દેસાઈઃ| ના! પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ત્રિલોકની વાત જ સાચી છે. {{ps |કમલેશઃ| (ખડખડાટ હસતાં) હા… હા… હા… હા… હા… મળ્યું ને તમને સત્ય? {{ps |કૈલાસ:| (છોભીલા પડી જઈ) હા. હા. મળશે… મળશે…? (ચપટી વગાડતાં) મિ. દેસાઈ?… લેટ અસ ડૂ વન થિંગ! (નજીક જઈને)… હમણાં ત્રિલોક પાછો તો આવવાનો જ છે. તે દરમ્યાન તમે જગન્નાથ શાસ્ત્રીને કોઈક રીતે અહીં લઈ આવો, એટલામાં ત્રિલોક આવી રહેશે અને… બન્નેની હાજરીમાં વાતનો ફેંસલો! {{ps |મિ. દેસાઈઃ| (વિચારતાં) હા, એમ જ કરીએ. આખરે સત્ય શું છે એ તો જાણવું જ જોઈએ… (બોલતાં બોલતાં બાજુના ફ્લૅટ તરફ પ્રસ્થાન કરે છે.) {{ps |કમલેશઃ| (ન રહેવાતાં) આ શું સૂઝ્યું છે તમને બધાને? શા માટે ખોટી જીદ લઈ બધાનું સુખ અને સંતોષ છીનવી લેવા બેઠા છો?… (એક ક્ષણ અનિશ્ચિતતાની વીતે છે. બાજુના ફ્લૅટની દિશાએ જગન્નાથ શાસ્ત્રી અને તેની પાછળ મિ. દેસાઈ વાતો કરતાં કરતાં આવી રહેલા દેખાય છે.) {{ps |જગન્નાથઃ | મેં તમને કહ્યું ને? આ પ્રકારનો છોડ–કૅક્ટસ આપણા ગુજરાતમાં જવલ્લે જ મળે છે. એની પસંદગી મારી પુત્રી આશાએ કરી છે. લલિતકળા એની એને ભારે સૂઝ છે… તમને ખબર નહીં હોય સાહેબ, આશા જ્યારે આવડી નાની પંદર વર્ષની હતી ત્યારે મેં એને અભ્યાસ માટે કલકત્તા શાંતિનિકેતનમાં મોકલી આપી હતી… અને (વાતો કરતાં કરતાં દીવાનખંડમાં પ્રવેશે છે. ત્રણેય અધિકારીઓ ડોસાને સાચવી લેવાનો પ્રયત્ન કરે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.) અને પાંચ વર્ષ રહીને જ્યારે તે પાછી આવી ત્યારે તેના સુકુમાર યૌવનને કળાની સુરખીએ સૌંદર્ય આર્પ્યું હતું. તે ચિત્રો દોરતી, નૃત્ય કરતી, સિતાર વગાડતી… અને જ્યારે તે મંજુલ કંઠે રવીન્દ્રનાથની કવિતાનું ગાન કરતી ત્યારે… હા… બસ એ…ન…એ…જ…કવિતા!… ‘જીવન જ્યારે સુકાઈ જાય કરુણા વર્ષન્તા આવો, માધુર્ય માત્રા છુપાઈ જાય, ગીતસુધા ઝરન્તા આવો. કર્મનાં જ્યારે કાળાં વાદળ ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ, હૃદય આંગણે હે નિરવનાથ; પ્રશાંત પગલે આવો. મોટું મન જ્યારે નાનું થઈ ખૂણે બેસે દ્વાર યુગલ દઈ, દ્વાર ઉઘાડી હે ઉદારનાથ! જયજયવંતા આવો! કામક્રોધનાં આકરાં તોફાન બંધ કરી ભુલાવે ભાન, હે સદા જાગન્ત! પાપધુવન્ત! વિદ્યુત સમશેરે આવો. (ક્રમશઃ ડોસાનો સ્વર ઊંચે ચડતો જાય છે. નેપથ્યમાંથી આ જ કવિતાના રાગનો આલાપ, ઘૂંટતો આછો સ્ત્રી-કંઠ. નાટકના મિજાજ સાથે સુસંગત રીતે સંભળાય છે… તે સાથે જ ગલીમાં ત્રિલોક સ્વસ્થ રીતે ચાલતો દીવાનખંડના દ્વાર તરફ આગળ વધતો દેખાય છે… વચ્ચે આ કવિતા સંભળાતાં અટકે છે. મૂંઝવણ અનુભવે છે, વળી આગળ વધે છે. આવું બે-ત્રણ વાર બને છે… આ ગીત તેને ખૂબ અસ્વસ્થ બનાવી રહ્યું છે એ સ્પષ્ટ કળી શકાય છે. ધીમે ધીમે તેના મુખ પર હિંસ્ર ભાવો ઊપસવા માંડે છે. તે આગળ વધે છે અને બારણા સુધી પહોંચતાં તો તે જંગલી પશુની જેમ ત્રાડ પાડવા જેટલો ઉશ્કેરાઈ જાય છે.) {{ps |ત્રિલોકઃ| (ત્રાડ પાડીને) ઓહ! સ્ટૉપ ઇટ! બંધ કરો આ બકવાસ! આ ગીત મારે નથી સાંભળવું! હું નથી સાંભળી શકતો!… નથી સાંભળતો… બંધ કરો! (ત્યાં પડેલી વૉકિંગ સ્ટિક લઈને ઝનૂનથી વીંઝે છે. જે ટિપોય પરની ફૂલદાનીને લાગતાં ફૂલદાની તૂટીને નીચે જમીન પર પડે છે. ગીત અટકે છે. નેપથ્યનો સ્ત્રીકંઠ પણ અટકે છે. અત્યાર સુધી આ તરફ બેધ્યાન રહેલા ડોસાનું ત્રિલોક તરફ ધ્યાન જાય છે… ડોસો ગભરાય છે. દયામણા ભાવો તેના મોં પર ઊપસી આવે છે. ધ્રૂજતે પગે નાસવા જાય છે, પણ તેમ કરવા જતાં નીચે પડી જાય છે.) {{ps |ત્રિલોકઃ| (તેની નજીક નીચા નમીને અત્યંત ક્રોધથી) મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ ગીત તમારે ન ગાવું! (ત્રાડ પાડતાં) ઓહ! પણ તમને ના કહી હોવા છતાં તમે અહીં આવ્યા શા માટે? {{ps |જગન્નાથઃ | (ધ્રૂજતા અવાજે) ભૂલ… ભૂલ થઈ ગઈ, ભાઈ! {{ps |ત્રિલોકઃ| ના કહેવા છતાં ઘરની બહાર નીકળ્યા શા માટે? ના કહેવા છતાં આ બધાને મળ્યા શા માટે? {{ps |જગન્નાથઃ | એક… એક ભૂલ માફ કરી દે… હવેથી એવું નહીં કરું… (બન્નેના ચહેરાની સખત બદલાતી અભિવ્યક્તિ કોણ કોને સાચવે છે એ નક્કી કરવા દેતી નથી.) {{ps |ત્રિલોકઃ| (નમીને ડોસાની ગરદન પકડતાં) એક વાત સ્પષ્ટ સાંભળી લે, ડોસા! જીવ વહાલો હોય તો મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે! મારી આજ્ઞાનું પાલન કરવું પડશે! {{ps |જગન્નાથઃ | હા… હા… દીકરા… કરીશ… તારા સિવાય મારું છે પણ કોણ. (ડૂસકું) {{ps |ત્રિલોકઃ| ઓહ! વળી પાછાં આંસુ! મર્દની જેમ પરિસ્થિતિનો સામી છાતીએ મુકાબલો કરતાં તમને આવડતું જ નથી. આઈ હેઇટ સચ ટાઇપ ઑફ કાવર્ડ પીપલ! હું ધિક્કારું છું! થૂંકું છું એમના નામ પર! {{ps |જગન્નાથઃ | (આંસુ લૂછતાં) લૂછી નાખ્યાં બસ! હવે આંસુ નહીં આવે. {{ps |ત્રિલોકઃ| ઓહ!… નો…નો!… યૂ ગેટ આઉટ ફ્રોમ હિયર… (વૉકિંગ સ્ટિક તેના હાથમાં ફેંકતા) તમે અહીંથી જાઓ!… જાઓ!… ચાલ્યા જાઓ! {{ps |જગન્નાથઃ | હા… જાઉં!… જાઉં… બેટા જાઉં!… જાઉં છું દીકરા!… જાઉં… (ડોસો વૉકિંગ સ્ટિકની મદદથી ઊઠવાની કોશિશ કરે છે. ધ્રૂજતા શરીરે, સ્ટિક સરી જતાં પાછો પડી જાય છે… પછી… ખૂબ ધીમે ધીમે સ્ટિક ઠેરવે છે. અને તેને ટેકે ઊભો થાય છે… ત્રિલોકની આદેશાત્મક આંખો જોઈને ધીમે ધીમે બારણા સુધી જાય છે.) {{ps |જગન્નાથઃ | (બારણામાંથી) જાઉં… પણ ક્યાં જાઉં? {{ps |ત્રિલોકઃ| ગમે ત્યાં! (કઠોરતાથી) જ્યાં તમારાં પેલાં કૅક્ટસ પર ફૂલ ખીલે ત્યાં! જાઓ… {{ps |જગન્નાથઃ | (હર્ષ ઘેલો થઈ) ઓહ! તમને ખબર છે? થોડો વખત પહેલાં જ કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… ફૂલ! કૅક્ટસ… કૅક્ટસ પર?… કેટલાં સુંદર?… ફૂલ! કૅક્ટસ પર! (બહાર ઝરૂખામાં કૅક્ટસના કૂંડા ભણી દોડી જાય છે. ત્યાં જ એક પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપભરી ચાલે ઝરૂખામાં દાખલ થાય છે. એની લાકડીની અડફટે કૅક્ટસનું કૂંડું નીચે જમીન પર પડી તૂટી જાય છે. ડોસો અધવચ્ચે ઇન્સ્પેક્ટરથી સ્તબ્ધ બની ઊભો રહે છે… ઇન્સ્પેક્ટર દીવાનખંડમાં પ્રવેશે છે.) ઇન્સ્પેક્ટરઃ સૉરી ટૂ ડિસ્ટર્બ યૂ, જેન્ટલમૅન! મારે એક ખાસ કામ માટે અહીં આવવું પડ્યું છે. ફોર યૉર ઇન્ફર્મેશન… અહીં સામેના જ મકાનમાં ત્રીજે માળે એક સ્ત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે!… આમ તો તે મકાનને બહારથી તાળું હતું. પણ તાળું તોડીને તપાસ કરતાં અમને એ જ ઓરડામાંથી ઘણી શંકાસ્પદ કડીઓ હાથ લાગી છે, અને તેમાં સૌથી અગત્યની કડી છે મરનાર બાઈ મિસિસ મજમુદારનો આ પત્ર!… એટલે આ પત્ર વાંચતા અને ઘટનાસ્થળ પર પડેલી વીંખાયેલી, વેરાયેલી વસ્તુઓ જોતાં એમ લાગે છે કે મરનાર બાઈ માનસિક રીતે અસ્થિર હતી! અસમતોલ હતી! ગાંડી હતી!… {{ps |જગન્નાથઃ | ઓહ! (કૅક્ટસના કૂંડા પાસે ભાંગી પડતાં) ક્યાં ગયાં મારાં કૅક્ટસનાં ફૂલ? અરે!… એને નીચે કોણે ફેંકી દીધાં?… ઓહ! કેટલી મહેનતે જે ઉગાડ્યાં હતાં તે કૅક્ટસનાં ફૂલ આજ ચૂંટાઈ ગયાં. લૂંટાઈ ગયાં, ખોવાઈ ગયાં!… {{ps |ત્રિલોકઃ| (ગણગણતાં) બધાંને ખબર પડી ગઈ કે ફૂલ અસલી નહીં, નકલી હતાં… (ચહેરા પરથી સંવેદનો ઊતરી રુક્ષતા ચડવા માંડે છે.) ઇન્સ્પેક્ટરઃ અરે, પણ મને કોઈ કહેશો કે અંતે આમાં સત્ય શું છે? (‘સત્ય શું છે?’, ‘સત્ય શું છે?’ના પ્રતિઘોષ સંભળાય છે. પ્રેક્ષકોનો ગણગણાટ જાણે કોલાહલમાં પરિણમતો હોય એવું લાગે છે. ‘અમને આમાં સત્ય ન મળ્યું’, ‘આ જ સત્યે છે!’, ‘અમને આમાં સત્ય જડ્યું’, ‘દરેક વ્યક્તિનું સત્ય જુદું છે!’ સત્ય શું છે – ‘તમે જુઓ તે!’, ‘તમે સાંભળો તે!’, સત્ય શું છે – ‘તમે અનુભવો તે’ વગેરે શબ્દસમૂહો ઉચ્ચારતા પ્રેક્ષકોનું એક ટોળું રંગમંચ પાસે પ્રેક્ષાગારમાં ઊભરાઈ આવે છે… ટોળાના પ્રશ્નોના ઉત્તર ટોળામાંથી જ ઊપસી આવે છે… દરમ્યાન સર્ચલાઇટ જેવો ઝાંખો પ્રકાશપુંજ ક્યારેક પ્રેક્ષકોને તો ક્યારેક મૂર્તિવત્ ઊભા રહેલાં પાત્રોને એક પછી એક પ્રકાશિત કરે છે… અને જ્યારે પડદો બંધ થવા સરકે છે ત્યારે ત્રિલોક મજમુદાર હજી પ્રારંભની જ પરિસ્થિતિમાં નજરે ચડે છે. ‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’ના પડઘા હજુ શમ્યા નથી. એ જ સોગંદનામાની પશ્ચાદ્ભૂમાં નાટકની અધૂરી રહેલી ઉદ્ઘોષણા પૂરી થાય છે… અને એક વાર ઘોર અંધકાર છવાઈ જાય પછી ત્રિલોકનું પ્રસ્થાન કે જવનિકાપતન – કંઈ જ કળી શકાતું નથી…) (સમાપન) (ગુજરાતી પ્રતિનિધિ એકાંકીઓ)