અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/સાગર અને શશી

From Ekatra Wiki
Revision as of 07:43, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને {{space}}ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
         ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
         નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
         પિતા! કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
         પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
         યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિકૂજન કરે,
         સાગરે ભાસતી ભવ્ય ભરતી;
         પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
         પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!