સોરઠિયા દુહા/35

From Ekatra Wiki
Revision as of 05:51, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|35|}} <poem> લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં; આછે સાંયે નિપાવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


35

લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં;
આછે સાંયે નિપાવિયાં, કો કો કામણિયાં.

લાંબા કેશવાળી, લાજાળી, પાતળા પોંચાવાળી, એવી તો કોઈ કોઈ કામિની જ ભલા ભગવાને નિપજાવી છે.