સોરઠિયા દુહા/38

Revision as of 06:09, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|38|}} <poem> ઉદયાપુરરી કામણી, ગોખે કાઢે ગાત્ર; દેવાળુંરાં મન ડગે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


38

ઉદયાપુરરી કામણી, ગોખે કાઢે ગાત્ર;
દેવાળુંરાં મન ડગે, માનવિયાં કુણ માત્ર!

ઉદેપુર–મેવાડની સુંદરીઓનાં રૂપ એવાં હોય છે કે મેડીને ઝરૂખેથી એ જરાક જ મુખ બહાર કાઢે ત્યાં આકાશના દેવોનાં મન પણ ચળી જાય છે — ત્યાં બિચારા માનવીનું તો પૂછવું જ શું!