સોરઠિયા દુહા/47
47
ગૂઢે વસ્તરે ગોરિયાં, પગ પિંડીનો તાલ;
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ.
પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.