સોરઠિયા દુહા/72
Revision as of 09:18, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|72 |}} <poem> પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા; એ મતલબના યાર, રહ...")
72
પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા;
એ મતલબના યાર, રહેજે અળગો રાજિયા!
જરાજરામાં જે પ્રીત કરવા મંડી જાય છે અને પાછો વાતવાતમાં જેનો પ્રીત સંબંધ ઓછો થઈ જાય છે તેવાં માનવી માત્ર સ્વાર્થનાં સાથી હોય છે; હે રાજિયા, તું એવાનો સંગ ન કરતો.