સોરઠિયા દુહા/82
Revision as of 09:29, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|82| }} <poem> મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો? છલકી છેહ દિયો, ક...")
82
મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો?
છલકી છેહ દિયો, કે સાયરે સંઘર્યો નહિ?
અરે હે મોટા મચ્છ! તારું તો ઊંડાં બહોળાં સાગરજળમાં જ સ્થાન હોય, તું આંહીં ખાડીને કાંઠે ક્યાંથી? શું તને ખુદ તારા પાલક સાગરે જ ન સાચવ્યો?