સોરઠિયા દુહા/93
Revision as of 09:48, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|93|}} <poem> જોબન જાતે ત્રણ ગયાં, કહો સખિ કિયાં? કંકુ, કાજળ ને કાંચ...")
93
જોબન જાતે ત્રણ ગયાં, કહો સખિ કિયાં?
કંકુ, કાજળ ને કાંચકી, અંગથી અળગાં થિયાં.
હે સખિ! જોબન જતું રહ્યું તેની સાથે કઈ ત્રણ વસ્તુઓ ચાલી ગઈ? કપાળેથી કંકુ, આંખેથી આંજણ અને કેશમાંથી કાંસકીના શણગાર જોબનની સાથે જ ચાલ્યાં ગયાં છે.