સોરઠિયા દુહા/108
Revision as of 10:25, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|108|}} <poem> પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર; આપ જલે પર રીઝવે, ભાં...")
108
પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર;
આપ જલે પર રીઝવે, ભાંગ્યાં સાંધે હાડ.
પતરાંને રેણ દઈને સાંધવામાં વપરાતો ટંકણખાર પોતે જાતે બળી જઈને પતરાને આખું બનાવી દે છે — એનું ભલું કરે છે, તેમ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે નહિ પરંતુ જાતને ભોગે પણ સ્વજનને સુખી કરવા માટે પ્રીતિ કરવી જોઈએ.