સોરઠિયા દુહા/126
Revision as of 11:03, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|126|}} <poem> આહ કરું તો જગ જલે, જંગલ ભી જલ જાય; પાપી જીવડો નવ જલે, જ...")
126
આહ કરું તો જગ જલે, જંગલ ભી જલ જાય;
પાપી જીવડો નવ જલે, જેમાં આહ સમાય.
મારા દિલમાં વેદનાની લાય એવી બળે છે કે જંગલને અને આખી દુનિયાને સળગાવી મૂકે તેમ છે. પણ એક મને અભાગીને એ બાળી નથી શકતી, મારું મોત એ નથી લાવતી.