સોરઠિયા દુહા/135
Revision as of 11:26, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|135| }} <poem> લાખો કે’ મું બારીયો લાસી છીપરિયાં; (જ્યાં) હાથ હિલોળ...")
135
લાખો કે’ મું બારીયો લાસી છીપરિયાં;
(જ્યાં) હાથ હિલોળે પગ ઘસે, ગહકે ગોરલિયાં.
લાખો કહે છે કે ઓ ભાઈઓ! મને મૂવા પછી કોઈ લીસી છીપરી ઉપર જ બાળજો, કે જે છીપરી પર રમણીઓએ વસ્ત્રો ધોતાં ધોતાં હાથ હિલોળ્યા હોય, પોતાના કોમળ પગની પાનીઓ ઘસી હોય. ને નહાતાં–ધોતાં ટીકા કર્યા હોય!