સોરઠિયા દુહા/148
Revision as of 12:02, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|148|}} <poem> સાજણ આયા હે સખિ, શેની ભેટ કરું? ગજ મોતીનો થાળ લૈ, ઉપર ન...")
148
સાજણ આયા હે સખિ, શેની ભેટ કરું?
ગજ મોતીનો થાળ લૈ, ઉપર નેન ધરું.
એવા વહાલા સાજન ઘેર આવ્યા છે ત્યારે હે સખિ! હું એમનું સ્વાગત શી રીતે કરું? એમ થાય છે કે અમોલાં ગજમોતી (હાથીના માથામાંથી નીકળતાં મોતી)નો થાળ ભરીને એની ઉપર મારી બે કીકીઓનાં રતન કાઢીને મૂકું અને પછી એ પિયુના ચરણમાં ધરી દઉં.