સોરઠિયા દુહા/151
Revision as of 12:07, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|151 |}} <poem> નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મળન્ત; અણજાણ્યાંસું પ્રી...")
151
નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મળન્ત;
અણજાણ્યાંસું પ્રીતડી, પે’લી નેણ કરન્ત.
માણસની આંખમાં કોઈ એવું અજબ તત્ત્વ ભર્યું છે કે ચાર અજાણી આંખો પહેલવહેલી વાર મળે તોપણ તેમાંથી પ્રીત જન્મે છે.