સોરઠિયા દુહા/154

From Ekatra Wiki
Revision as of 12:10, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|154|}} <poem> કેસરના ક્યારા કરું, કસ્તુરીની પાજ; નેણાંના પ્યાલા ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


154

કેસરના ક્યારા કરું, કસ્તુરીની પાજ;
નેણાંના પ્યાલા ભરું, પીવો માણારાજ

હે મારા મનડાના માલિક! કેસરના ક્યારા કરીને તેને કસ્તુરીની પાળ બાંધું, અને પછી મારી આંખોના પ્યાલા ભરીભરીને તમને હું પ્રેમરસ પાઉં, એવું થઈ આવે છે.