સોરઠિયા દુહા/157
Revision as of 12:14, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|157 |}} <poem> પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ; પિયુ કાંટાળો કેવ...")
157
પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ;
પિયુ કાંટાળો કેવડો, ધણ કંકુની લોળ.
મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરીખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કે કંકુમાંથી સરજેલી પૂતળી લાગે છે.