સોરઠિયા દુહા/164
Revision as of 12:24, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|164|}} <poem> આઠમો પહોરો રેનરો, ચડી દીવડલે વાટ, ધણ મરકે ને પિયુ હસે...")
164
આઠમો પહોરો રેનરો, ચડી દીવડલે વાટ,
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવે ખાટ.
આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે ને પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.