કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧.કારણ
Revision as of 05:12, 13 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૧.કારણ
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)