કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૦.છે – ની બારીમાંથી સામે

From Ekatra Wiki
Revision as of 06:07, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦.છે – ની બારીમાંથી સામે| }} <poem> છે-ની બારીમાંથી સામે કદાચ લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦.છે – ની બારીમાંથી સામે

છે-ની બારીમાંથી સામે
કદાચ
લીમડાભાઈ લહેરાય છે.
મંજરીઓના મઘમઘતા થર આવીને
કદાચ
હાલકડોલક નાક સુધી પથરાય છે.
ડાળ પરે કોઈ અજાણ્યું પંખી
કદાચ
ઉત્કટ એકલતાને ગાય છે.
પાંદડાં પવનસહિત રૂપેરી તડકામાં
કદાચ
ફરફર ફરફર ન્હાય છે.
ઘોળીને ચૂસેલી પડી ગયેલી પક્વ લીંબોળીનો
મીઠો કડવો સ્વાદ
કદાચ
અધરોષ્ઠના ચસકારામાં સંભળાય છે.
ટબ્બા જેવીના સ્પર્શમાં ટેરવાં
કદાચ
રણઝણ થાય છે.
છે
છે-ની હાલકડોલક સ્મૃતિઓમાં
કદાચ
છે-ને તાકે છે.. ચાખે છે..
સૂંઘે છે... સ્પર્શે છે...
એવું
છે-ને
ઊંઘભરેલા ઝોકમાં લયભર
કદાચ
લાગે છે.
(છે, ૨૦૦૨, પૃ. ૪૫)