કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?

Revision as of 06:27, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|}} <poem> તું આ ક્યારનોય શુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?

તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ?
ભાષા.
કેમ ?
મારે એને ખોદી નાખવી છે.
પણ શા માટે ?
મને બહાર કાઢવા.
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)