કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી

Revision as of 06:29, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી|}} <poem> ઘડું છું મને પણ હજી ઘડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી

ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.
મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.
ક્યાં ?
જીવનસરિતામાં.
શા માટે ?
તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.
વ્હાય ?
ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.
કોણ ?
મારેય તે જાણવું છે કે
સામા કાંઠે કોણ અને શા માટે કોઈ
મારી પ્રતીક્ષા કરે છે.
પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?
ઘડતાં ઘડતાં
હું
મને એ જ પૂછું છું :
રે હું ક્યારે ઘડાઈ રહીશ ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)