કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૯.કડવોવખ લીમડો

From Ekatra Wiki
Revision as of 11:45, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૯.કડવોવખ લીમડો

ચિનુ મોદી

કડવોવખ લીમડો ને શીતળ એની છાયા,
પોપટડીનું ટોળું ઊડ્યું, શીદને છોડી માયા ?
કડવોવખ છે૦
મનને છે કેવી મરજાદા ?
હોય મલાજા કેવા ?
સાંઈ, પડીકી આપે તોપણ
હોય ઇલાજા કેવા ?
મીઠું મીઠું બોલે તોપણ, એ તો જાયા.
કડવોવખ છે૦
કોઈ શરમથી રાતી થઈને,
કોઈ ડરીને દોડી,
ઊડવા માટે પાંખો છે
ને ઘેલી શોધે હોડી !
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા.
કડવોવખ છે૦
(‘કાળો અંગ્રેજ’)
(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)