કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૫. જાહ્નવી જગની ઘૂમે રે
Revision as of 05:21, 20 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૨૫. જાહ્નવી જગની ઘૂમે રે
ન્હાનાલાલ
ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
ને કાંઈ વ્હેતી અખંડ ને અનન્ત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
પાણી ભર્યાં છે પુણ્યનાં,
ને મહીં ઝીલે સુહાગિયાં સન્ત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
સગરકુમારોને તારિયા,
ને એમ તારશે માનવજાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
બ્રહ્માંડે ભર્યાં બ્રહ્મનાં અમી,
સાધો ! માણજો મહીં દિનરાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે !
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૦)