કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૬. મન પાગલ થાયે

From Ekatra Wiki
Revision as of 04:29, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૬. મન પાગલ થાયે

પ્રહ્લાદ પારેખ

આજ મારું મન પાગલ થાયે રે,
શ્યામળ સજળ વાદળ જોઈ આભે ધાયે.

ચમકી ચમકી વીજ છુપાયે,
શોધે તેની જાયે;
મેઘ હસે એ ખેલને જોઈ,
કેમ રે વીજ ઝલાયે ? – શ્યામળ૦

વરસતાં એ વાદળ જોઈ,
વરસવાને ચાહે;
રંગ થકી જે મેઘ રંગાયે,
રંગ ધરે એ કાયે. – શ્યામળ૦

દૂરના–જોઈ—ડુંગર ભીંજે,
ખેતર ને વન ન્હાયે;
નીર તણી એ ધારમાં આજે,
મન મારું ભીંજાયે. – શ્યામળ૦

(સરવાણી, પૃ. ૧૫)