સોરઠિયા દુહા/44

From Ekatra Wiki
Revision as of 06:01, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


44

કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય;
બરડા કેરી બજારમાં, ઢળકતી આવે ઢેલ.

બરડાની કાઠિયાણી પાતળી કેડવાળી — સૌંદર્યવંતી — હોય છે, અને માથે પાણીનું બેડું મૂકીને એ રસ્તા વચ્ચેથી ચાલી આવતી હોય ત્યારે જાણે ઢેલ ડોલતી આવતી હોય એવું લાગે છે.