સોરઠિયા દુહા/84

From Ekatra Wiki
Revision as of 06:26, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


84

આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર;
(એક) લાખું દેતાં નવ મળે, એક ટકાનાં તેર

આણંદ કહે છે, કે કરમાણંદ!  માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.