સોરઠિયા દુહા/105

From Ekatra Wiki
Revision as of 06:42, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


105

કાળપ મેલે કેશ, મન કાળપ મેલે નહિ;
વણસી જાયે વેશ, (તોય) હૈયું હિંહોરા કરે.

વાળનો કાળો રંગ પણ વખત જતાં બદલાય છે, પરંતુ નીચ માનવીનું મન એની કાળપ — નીચતા મૂકતું નથી; માણસ ઉપર ગરીબી આવી પડે, એ ચીંથરેહાલ બની જાય, ને છતાં લાલસા એના હૈયામાંથી ખસતી નથી.