સોરઠિયા દુહા/129
Revision as of 06:59, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
સામેરી સજણ વળાવિયાં, તાતી વેળુમાંય;
જો સરજી હોત વાદળી, (તો) પિયુને પલપલ ઢળત છાંય.
પરગામ જતા સજણ વિદાય લઈને ધગધગતી રેતીવાળા પંથ ઉપર ચાલી નીકળે છે ત્યારે સ્ત્રીને થાય છે કે, ભગવાને જો મને વાદળી બનાવી હોત તો આકાશમાંથી પિયુને માથે છાંયો ઢાળતી ઢાળતી એની સાથે ચાલી જાત!