સોરઠિયા દુહા/134
Revision as of 07:03, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
હાલ હૈડા જીરાણમેં, શેણાંને કરીયેં સાદ;
મટ્ટીસેં મટ્ટી મિલી, (તોય) હોંકારો દીયે હાડ.
ઓ મારા હૃદય, ચાલો સ્મશાનમાં! ત્યાં જઈ સજણને સાદ કરીએ. ભલે એની માટી માટીમાં મળી ગઈ — પણ એનાં હાડકાં તો હજુ પડ્યાં છે ને? એ હાડકાં ઊઠીને હોંકારો દેશે.