સોરઠિયા દુહા/138

From Ekatra Wiki
Revision as of 07:08, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


138

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે;
(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે!

સંસારમાં તમામ માનવીઓ રુવે છે ત્યારે એ બધાંની આંખોમાંથી આંસુ દડે છે. પરંતુ ભૂતનાં રુદન ભયંકર હોય છે. હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે છે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!