સોરઠિયા દુહા/140

From Ekatra Wiki
Revision as of 07:10, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


140

ઊડો ઊડો પંખિયાં, મ કરો મોરી આશ;
હમ જલતે હૈ પાંખવિણ, તું જલત હૈ કાંય?

વનમાં દવ લાગ્યો છે. જંગલનું એક ઝાડ તેની ઉપરથી હજીય ન ઊડી ગયેલાં પક્ષીઓને કહે છે કે, હે પંખીડાં, તમે ઊડીને નાસી છૂટો, મારી વાટ ન જુઓ. મારે તો પાંખ નથી તેથી હું ભાગી નથી શકતું અને લાઇલાજ બનીને આગમાં સળગું છું, પણ તમે છતી પાંખે શીદને બળો છો?