શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૦. ઊંચા દરિયા ને...

From Ekatra Wiki
Revision as of 13:03, 8 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૦. ઊંચા દરિયા ને...|}} <poem> ઊંચા દરિયા ને ઊંડા ડુંગરા રે જી, ધરત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૦. ઊંચા દરિયા ને...


ઊંચા દરિયા ને ઊંડા ડુંગરા રે જી,
ધરતી પર ઊછળે આકાશ રે;
પગલામાં પંથ પંથ ઊડતા રે જી.

લીલા તડકા ને કાજળ ચાંદની રે જી,
મોગરામાં મઘમઘતી રાત રે;
તારાને નેણ તિમિર ટૌકતાં રે જી.

મૂંગાં છે ગીત, મૌન ગુંજતાં રે જી,
પથ્થરમાં પડઘાના ચાસ રે;
ચાસે ચાસે રે કીર કોળતા રે જી.

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૪૩)