શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૫. માતાજીને
Revision as of 13:35, 9 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૫. માતાજીને|}} <poem> હું તો બાળ તમારો, માતા! સદાય રાખો સાથે; કમ...")
૭૫. માતાજીને
હું તો બાળ તમારો, માતા! સદાય રાખો સાથે;
કમળ સમો કર રહો તમારો ફરતો મારે માથે!
આ દુનિયાના દોડા કરતાં જ્યારે થાકું ત્યારે,
તમે જ શીળી લહર સમાં મા, ધાજો મારી વ્હારે!
ધોમ ભલે ને ધખે, તમારી છાંય લીમડી જેવી;
ઠારે મારા તનને – મનને આંખ તમારી એવી!
અટાપટાળી અહીંની વાટે અટવાતો રહું જ્યારે,
ઝળહળ આંગળીએ મા, ચીંધો પથ સાચો અંધારે.
અંદર મારે તરસ ઊપડે, ત્યારે અમરત વરસી;
હરિયાળી એવી લહેરાવો, રહું હરિ ત્યાં દરશી!
દર્શનદિન,
૨૪-૪-૨૦૦૨
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૮)