શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/સમજણ તે આપણા બેની
Revision as of 15:22, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> તારી તે હોડી ને મારાં હલેસાં છે, દરિય...")
દોડે – કૂદે – ઊડે
તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો;
તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો.
તારા બળદ અને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું;
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.
તારું છે ફૂલ ને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની;
તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની.