કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૨. અડધો ઊંઘે અડધો જાગે...

From Ekatra Wiki
Revision as of 13:05, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. અડધો ઊંઘે અડધો જાગે...|}} <poem> {{Space}}અડધો ઊંઘે અડધો જાગે; {{Space}}એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. અડધો ઊંઘે અડધો જાગે...


         અડધો ઊંઘે અડધો જાગે;
         એ માણસ મારામાં લાગે.
         એ જ વિચારો કાયમ આવે,
         એકાદોયે કાંટો વાગે.
         આ પડછાયો તે પડછાયો,
         અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!
         બાર બગાસાં મારી મૂડી,
         ગણું નહીં તો કેવું લાગે?
         આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
         માણસ માણસ માણસ માગે.
         એક મીંડું અંદર બેઠું છે
         એ આખી દુનિયાને તાગે.
         હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
         અર્થો ક્‌હે છે : આગે આગે.
૧૯-૧૨-૮૫
(૧૧ દરિયા, પૃ. ૮)