કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૮. સમય તો...
૨૮. સમય તો...
Template:Sapceસમય તો નદી છે વહ્યે જાય છે,
Template:Sapceઆ શબ્દોને શું છે કે અમળાય છે?
Template:Sapceગણું છું યુગોથી ને ભૂલો પડું
Template:Sapceઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
Template:Sapceછે એવો અનુભવ કે ખસતો નથી
Template:Sapceહું ચાલું તો રસ્તાઓ લંબાય છે
Template:Sapceછે આંસુ ને આઘેથી મોળું રહે
Template:Sapceને અડકો તો દરિયો ઉલેચાય છે.
Template:Sapceમને માર્ગમાં એક મીંડું મળ્યું
Template:Sapceઅને વાત અહીંયાં પૂરી થાય છે.
Template:Sapceઅને વાત અહીંથી શરૂ થાય છે.
૧૬-૦૫-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૨૮)