કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૫. ઝળહળ

Revision as of 16:13, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. ઝળહળ|}} <poem> {{Space}}ઝળહળ ઝળહળ અંધારું છે, {{Space}}હું એનો ને એ મારુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૫. ઝળહળ


         ઝળહળ ઝળહળ અંધારું છે,
         હું એનો ને એ મારું છે.
         આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
         ના મારું કે ના તારું છે.
         વાંધો શો છે વ્હેંચી લઈએ,
         અજવાળું તો મજિયારું છે.
         દુઃખને દુઃખ ભેટે છે હોંશે,
         આવું સુખ સૌથી સારું છે.
         કોક વખત એવું પણ લાગે,
         અજવાળું તો અંધારું છે.
         આભ અને એથી ઊંચે તું,
         પંખી કેવું ઊડનારું છે!.
         પડવું, ઊઠવું, ચાલ્યા કરવું,
         ભઈલાજી, આ સંસારું છે.
૩૦-૧૧-૧૯૯૭
(મનહર અને મોદી, પૃ. ૧૭)