સાહિત્યચર્યા/અમેરિકા અને ભારત

From Ekatra Wiki
Revision as of 04:43, 18 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમેરિકા અને ભારત|}} {{Poem2Open}} ૧૯૮૫ના એપ્રિલની ૨૩મીથી ૨૭મી લગી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમેરિકા અને ભારત

૧૯૮૫ના એપ્રિલની ૨૩મીથી ૨૭મી લગી પાંચ દિવસ હું લોસ એન્જેલિસમાં હતો, ડૉ. વિક્રમ કામદાર અને અંજનાબહેન કામદારને ઘેર. ૨૫મીની સવારે વિક્રમભાઈએ મને પૂછ્યું, ‘આજે રાતે આઠ વાગ્યે UCLAમાં પ્રો. ગોલબ્રેથનું વ્યાખ્યાન છે, સાંભળવા જવું છે?’ મેં કહ્યું, ‘હા’ અને પછી ઉમેર્યું, ‘૧૯૭૨માં મારા નાના ભાઈ અજિતના અવસાન પછી એના સ્મરણાર્થે કુટુંબે એક ટ્રસ્ટ રચ્યું હતું. ૧૯૭૫માં ટ્રસ્ટના આમંત્રણથી એના ઉદ્ઘાટન માટે અને અજિત ભગત સ્મારક વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાન માટે તેઓ અમેરિકાથી ખાસ અમદાવાદ આવ્યા હતા અને ‘Socialism in Rich Countries and Poor’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. અને પછી મારાં બા અને ભાઈને મળવા ઘરે પણ આવ્યા હતા. આમ, હું એમને થોડુંક ઓળખું છું. એ મને ઓળખશે કે નહિ એની મને ખબર નથી. જોકે ત્યાર પછી પ્રત્યેક વર્ષે એમને ક્રિસમસ કાર્ડ મોકલું છું અને મિસિસ ગોલબ્રેથ પ્રત્યેક વર્ષે આભાર પત્ર મોકલે છે. પણ આપણે વ્યાખ્યાન સાંભળવા જઈશું.’ વ્યાખ્યાન પૂર્વે વ્યવસ્થાપક દ્વારા પ્રો. ગોલબ્રેથને એક નાનકડી ચિઠ્ઠી મોકલવી એમ અમે નક્કી કર્યું. રાતે સમયસર વ્યાખ્યાનના સ્થળે પહોંચી ગયા અને વ્યવસ્થાપક દ્વારા ચિઠ્ઠી મોકલી આપી : ‘Dear Professor Galbraith, I hope you remeber me. We have met once in ૧૯૭૫, when you came to Ahmedabad to deliver a memorial lecture in memory of my brother. I shall see you at the end of the lecture just to say ‘hullo’ to you and to convey my regards to Mrs. Galbraith. With greatest regards. Yours sincerely, Niranjan Bhagat.’ વ્યાખ્યાનને અંતે એમને મળ્યો. કોઈપણ ઔપચારિકતા વિના એમણે મને પૂછ્યું, ‘When did you come?’ મેં કહ્યું, ‘Last month.’ એમણે મને પાછું પૂછ્યું, ‘When are you going back?’ મેં કહ્યું, ‘Next month.’ એમણે તરત જ એમની લાક્ષણિક માર્મિક શૈલીમાં કહ્યું, ‘You are the first Indian to say so.’ અને પછી તરત જ ઉમેર્યું, ‘But the first principle of econmics is to be where money is.’ ભારત વિશે અને અર્થકારણ વિશે કેટકેટલી સૂઝસમજ હતી. એમના આ મિતાક્ષરી સંવાદમાં! પછી થોડાંક વર્ષો પછી એ ડૉ. વિક્રમ સારાભાઈ સ્મારક વ્યાખ્યાન માટે અમેરિકાથી ખાસ અમદાવાદ આવ્યા હતા. ત્યારે કામા હોટેલમાં બપોરના ભોજન સમયે એમને મળવાનું થયું હતું. મેં કહ્યું ‘I hope you remember me.’ પૂર્વેની જેમ જ કોઈપણ ઔપચારિકતા વિના એમણે મને પૂછ્યું, ‘Are you still teaching?’ મેં કહ્યું, ‘No’. એમણે મને પાછું પૂછ્યું, ‘Why?’ મેં કહ્યું, ‘I have retired.’ એમણે કહ્યું, ‘I am eighty. I am still teaching.’ મેં કહ્યું, ‘But it is compulsory in India to retire at sixty and I am already sixty plus. You know India as well as you know America. In your country there are five jobs for one man. In India there are five men for one job. So at sixty one must make room for a younger person.’ પૂર્વેની જેમ જ એમની લાક્ષણિક માર્મિક શૈલીમાં એમણે કહ્યું, ‘It means you don’t want to make progress, you don’t want brilliance in education.’ ભારત વિશે અને શિક્ષણ વિશે કેટકેટલી સૂઝસમજ હતી એમના આ મિતાક્ષરી સંવાદમાં! ઑગસ્ટ ૧૯૯૯