કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૨. લાલી

From Ekatra Wiki
Revision as of 12:44, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. લાલી|}} <poem> હૃદય તો કાચની જાણે કે નકશીદાર પ્યાલી છે, અને આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૨. લાલી


હૃદય તો કાચની જાણે કે નકશીદાર પ્યાલી છે,
અને આ જિન્દગીએ ધ્રૂજતે હાથે જ ઝાલી છે,
ફ-ક-ત એ રક્તથી રાતું અને રાતું નથી હોતું–
સુરાહી આંખની એમાં ઢળે તેની જ લાલી છે.
(દીપ્તિ, પૃ. ૮૦)