પરિભ્રમણ ખંડ 2/જાઈ રૂડી

From Ekatra Wiki
Revision as of 11:17, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જાઈ રૂડી



વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :

         જાઈ રૂડી રે જાઈ રૂડી!
         જાઈને હાથે ચાર ચૂડી.
         જાઈ રમે તો સૌને ગમે
         આંગણે રમે આઈ[1] ને ગમે
         ફળિયે રમે ફઈને ગમે
         જાઈ મરે તો ભીડ પડે
         એની માનાં કહ્યાં કોણ કરે?




  1. આઈ-મા