ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખઈદાસ-અખૈયો

Revision as of 16:12, 29 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અખઈદાસ/અખૈયો'''</span> [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અખઈદાસ/અખૈયો [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિઆનંદ(મુનિ)-૧ક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]