ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમથારામ

From Ekatra Wiki
Revision as of 09:06, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમથારામ :'''</span>[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમથારામ :[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વતની. રાણા હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો-(અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાનાલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક ‘અમથાભવાની’ નામ પણ મળે છે. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ − ‘કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો’, માણેકલાલ શં. રાણા. [પા.માં.]