ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ મુનિ-૧
Revision as of 13:24, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદ(મુનિ)-૧'''</span> [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્...")
આનંદ(મુનિ)-૧ [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]